
તા.૪/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં રાજકોટ શહેરના મહિકા ગામ ખાતેથી એક પીડિત મહિલાનો હેલ્પલાઇનમાં ફોન આવ્યો, જેથી બહુ જ ઓછા સમયમાં ફોન પર જણાવેલ સ્થાન પર ૧૮૧ ટીમ કાઉન્સેલર શિવાની પરમાર, હોમગાર્ડ હેતલબેન તથા પાયલોટ કૌશિકભાઈ સાથે પહોંચી ગઇ અને પીડિતાને સાંત્વના આપી તેની સમસ્યા સાંભળી હતી.

પીડિત મહિલાએ તેમને પોતાની ભૂલ સ્વીકારી જણાવ્યું હતું કે, તેમના લગ્નને ૮ મહિના થયા હતા. તેમણે ઘર સામે રહેતા પરીણિત યુવક સાથે ફોન નંબરની આપ-લે કરી હતી આ બાબતની જાણ તેમના પતિને થતા તેઓ પીડિતાને ઘરમાં રાખવા માટે તૈયાર ન હતા તેમજ પીડિતાને પોતાના પતિ સાથે જ રહેવુ હોવાથી તેણીએ ૧૮૧ની મદદ લીધી હતી. ૧૮૧ની ટીમે પીડિતાના પતિ સાથે ચર્ચા કરી તેમનુ તથા તેમના પરિવારનુ કાઉન્સેલીંગ કરી નારી સંરક્ષણ ગૃહ તથા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપી હતી. કાઉન્સેલિંગથી પીડિતાના પતિ તથા તેના પરિવાર પિડિતાની ભૂલને માફ કરી તેને સ્વીકારી સુખદ સમાધાન કરવા તૈયાર થયા હતા. આમ ૧૮૧ અભયમની ટીમે એક દંપતિના દાંપત્યજીવનને તૂટતા બચાવ્યું હતું.








