GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટમાં જ્ઞાન સહાયક યોજના રદ કરવા CYSS દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન.

તા.૪/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત ભરતી કરતી જે જ્ઞાનસહાયક યોજના લાવવામાં આવી છે, તે રદ કરી, કાયમી શિક્ષકની ભરતી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીની વિધાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS દ્વારા રાજકોટ ના કિસાનપરા ચોક પાસે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં જો આ યોજના રદ કરવામાં નહીં આવે તો, કરારી અધ્યાપકોને યોગ્ય વેતન ન ગો જય ન મળવાથી, ભાવિની અનિશ્ચિતતાને લીધે નાના-મોટા ધંધા કરીને પોતાનું ગુજરાન ચલાવવું પડશે, જેમાં દાખલા રૂપે ‘અચ્છે દિન પકોડા સેન્ટર’ ના ડેમો સાથે પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી.

જ્ઞાન સહાયક યોજના થી જે વિદ્યાર્થીઓ વર્ષો થયા કાયમી શિક્ષક બનવા માટે તનતોડ મહેનત કરી TET-1,2 અને TAT-1 જેવી પરિક્ષામા પાસ થયને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોના કાયમી શિક્ષક બનવાના સપના ઉપર રાજ્ય સરકાર દ્વારા આ યોજના લાવીને પાણી ફેરવવામા આવ્યું છે. એકબાજુ રાજ્યની આસરે ૧૭૦૦ થી વધુ સરકારી શાળામા માત્ર ૧ શિક્ષક દ્વારા ભણાવવામાં આવે છે, તેમજ રાજ્યમાં કુલ ૩૨૦૦૦ થી વધુ કાયમી શિક્ષકોના પદ હાલ ખાલી હોય, આ ઉપરાંત NEP – ૨૦૨૦ નવી શિક્ષણ નીતિ માં પ્રવાસી શિક્ષક, કરારી શિક્ષક ના બદલે કાયમી ભરતી કરવા ઠેરવ્યું હોય, ત્યારે આવી કરાર આધારિત ભરતી લાવીને સરકારની મેલી ઇચ્છા સ્પષ્ટ પણે દેખાય આવે છે.

આથી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS વતી પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા દ્વારા આ વિરોધ પ્રદર્શન દ્વારા માંગ કરવામાં આવી કે, આ જ્ઞાન સહાયક યોજના તાત્કાલિક ધોરણે રદ કરીને, શિક્ષકોની કાયમી ભરતી બહાર પાડી, સરકારી શાળામા શિક્ષકોના ખાલી પદો ભરવામાં આવે. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, શહેર પ્રમુખ પ્રણવ ગઢવી, અમન અન્સારી, આર્યન સાવલીયા, ઉત્તમ પંડ્યા, ફરાઝ મોગલ, સમર્થ રાઠોડ, ચિરાગ ગૌસ્વામી, પિયુષ ભંડેરી, આફતાબ રાઠોડ, પારસ દેસાઈ, કલાપી વારા, નેમ બાલાપરિયા, વગેરે ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button