Dantiwada : મોટી ભાખર ગામ ખાતે સ્વચ્છતા અને શ્રમદાન, અમૃત્ત કળશ જન-જાગૃત્તિ રેલી અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

આદરણીય પ્રધાનમંત્રીશ્રીની સ્વચ્છતા હી સેવાની પહેલ અને એક તારીખ, એક કલાક સ્વચ્છતા થકી શ્રમદાનની રાષ્ટ્રીય ઝુંબેશના ભાગરૂપે માન. કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સેવા યોજના, ફૂડ ટેક્નોલોજી મહાવિદ્યાલય, સ. દાં. કૃષિ યુનિવર્સિટી દ્વારા દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામ ખાતે સ્વચ્છતા માટે એક કલાક શ્રમદાનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં મોટી ભાખર ગામના સરપંચશ્રી તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા માન. કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણનું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમની સાથે સ્વચ્છતા માટેની પ્રતિજ્ઞા, મારી માટી મારો દેશ અંતર્ગત અમૃત્ત કળશ જન-જાગૃત્તિ રેલી, વૃક્ષારોપણ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરી તમામ આગેવાનો, વિદ્યાર્થી ભાઇ-બહેનો, ગ્રામજનો વગેરેને સાથે રાખી સ્વચ્છતા હી સેવા મુહિમને પૂર્ણ કરવામાં આવેલ. આ કાર્યક્રમ ડો. કે. પી. ઠાકર, નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ અને ડો. એસ. ડી. સોલંકી, આચાર્યશ્રી, ફૂડ ટેક્નોલોજી મહાવિદ્યાલયના માર્ગદર્શન, મોટી ભાખર ગામનાં મહિલા સરપંચશ્રી રૂપાબા જામતસિંહ વાઘેલા, ગામના મોભી શ્રી જામતસિંહ વાઘેલા, ઉપ-સરપંચ, ગ્રામ પંચાયતના અન્ય હોદ્દેદારશ્રીઓ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને સ્ટાફગણના સહયોગ અને ઉપસ્થિતીમાં રાષ્ટ્રીય સેવા યોજનાના શ્રી બી. એલ. જાની અને શ્રી જે. એમ. ચાવડાના નેજા હેઠળ ફૂડ ટેક્નોલોજી મહાવિદ્યાલયના તમામ કર્મચારીગણ, વિદ્યાર્થી કલ્યાણ નિયામકશ્રી કચેરીના શ્રી વિક્રમસિંહ સોલંકી, ફૂડ ટેક્નોલોજી અને ચી.પ. કૃષિ મહાવિદ્યાલયોના રાસેયોના વોલન્ટીયર્સ વિદ્યાર્થી ભાઇ-બહેનો, મોટી ભાખરના ગ્રામજનો વગેરેએ તમામ કાર્યક્રમોને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ.




