Halol : હાલોલ તાલુકાના રામેશરા ગામના રીક્ષા ડ્રાઇવરનો છોકરો આર્મીમાં પસંદ થઈ ગામનું નામ રોશન કર્યું

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૩.૧૦.૨૦૨૩
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના રામેશરા ગામના ભુપતભાઈ વસાવા જેઓ પોતે છકડો ચલાવતા હતા અને દિવસ-રાત મહેનત કરી પોતાના છોકરાઓને ભણાવતા હતા. તેઓ પહેલેથી પોતાના છોકરાઓને દેશની સેવા કરવા માટે આર્મીમાં જોડવાનું સપનું હતું.રાજેશકુમાર વસાવા પણ પોતે પોતાના ગામની જ હાઈસ્કૂલ પી.એમ.પી. હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ પાસ થયા બાદ પોતાના પિતાના સપનાને પોતાનું સપનું બનાવી આર્મીમાં જોડાઈ દેશ સેવા કરવા માટે તનતોડ મહેનત કરતા હતા. અને ધોરણ ૧૨ સુધી અભ્યાસ પૂરો કર્યો હતો.પરંતુ અચાનક તેઓના પિતાનું ૨૦૨૩ માં અવસાન બાદ રાજેશકુમાર પર પોતાના ઘરની તમામ જવાબદારી આવી જતા તેઓએ આ સપનું છોડી દેવાની તૈયારી બતાવી અને નોકરી કરવા લાગ્યા.રાજેશકુમાર PMT મશીન કંપનીમાં નોકરી કરવાની શરૂઆત કરી પરંતુ આ દરમિયાન તેઓના મિત્રોઍ રાજેશકુમારના આર્મીના સપનાને પૂરું કરવા માટે પ્રોત્સાહિત અને મોટીવેટ કર્યા હતા.અને એમ પણ જણાવ્યું કે આર્મીમાં જોડાવાનું તારા પિતાનું પણ સપનું હતું તો તેને તુ અધૂરું ન રાખ અને તુ આર્મીમાં ફરીથી પ્રયત્ન ચાલુ કર.અમે બધા તારી સાથે જ છે તેમ કહેતા ફરીથી રાજેશકુમારને આર્મીમાં જોડાવા દિવસ રાત મહેનત કરવા લાગ્યા. અંતે બધા ના સાથ સહકાર અને રાજેશકુમારની મહેનતથી તેઓની આર્મી ની તાલીમમાં પસંદગી થઈ ગયેલ છે.અને તાલીમ પૂર્ણ કર્યા બાદ ગામ લોકો દ્વારા રાજેશકુમારનુ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે.જે બદલ સમગ્ર મિત્રવર્તુળ, સગાવ્હાલાં અને ગામના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે અને બધાઍ રાજેશકુમાર ને અભિનંદન પાઠવ્યા હતા.










