BHARUCHGUJARATNETRANG

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની શોર્ય યાત્રાનું નેત્રંગ ખાતે ભવ્ય સ્વાગત થયુ.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની શોર્ય યાત્રાનું નેત્રંગ ખાતે ભવ્ય સ્વાગત થયુ

 

યાત્રા રાજપારડી થી નેત્રંગ પહોંચતાં ઠેર ઠેર સ્વાગત કરાયું.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૩/૧૦/૨૦૨૩

 

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આયોજિત શોર્ય યાત્રા રાજપારડી થી આજે સાંજે નેત્રંગ તાલુકામા પ્રવેશતા યાત્રાનુ ઠેર ઠેર ભવ્ય સ્વાગત થયુ હતુ.

 

ઝધડીયા તાલુકાના અશાથી નિકળેલ આ શોર્ય યાત્રા રાજપારડી થઈ નેત્રંગ ખાતે સાંજના ચાર કલાકે આવી પહોંચી હતી, જીનબજાર ખાતે નગરજનોએ પુષ્પોથી વધાવીને સ્વાગત કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ યાત્રા રાધાકૃષ્ણ મંદિર પહોંચી હતી, જયા યાત્રાની પુજા અર્ચના કરી શ્રી રામલલ્લા ની આરતી કર્યા બાદ યાત્રા ગાંધીબજાર ખાતે પહોંચતા ઠેર ઠેર સ્વાગત કરવામા આવ્યુ અને રામલલ્લા ની આરતી કરવામા આવી હતી. યાત્રા જવાહરબજાર પહોંચતા જવાહરબજાર ના યુવાનોએ ભવ્ય પુષ્પા વર્ષા કરી ફટાકડા ફોડી સ્વાગત કરવામા આવ્યુ હતુ. યાત્રા સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત થયા બાદ યાત્રા વાલીઆ તરફ રવાના થઇ હતી. આ શોર્ય યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના ભરૂચ જિલ્લાના મંત્રી અજયભાઈ મિશ્રા, સંદીપભાઈ પુરાણી સહિત આગેવાનો જોડાયા હતા.

 

તેમજ નેત્રંગ તાલુકામાં શોર્ય યાત્રા શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ અને નેત્રંગ પો.સ્ટેશનના પી.એસ.આઇ રાજેન્દ્રસિંહ ગોહિલ દ્વારા નેત્રંગ ટાઉન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

[wptube id="1252022"]
Back to top button