KALOL:કાલોલ શહેર સહિત તાલુકા કોંગ્રેસ દ્વારા ગાંઘી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

તારીખ ૩/૧૦/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ બીજી ઓક્ટોબર ના દિવસે કોંગ્રેસ હાઉસ,સરદાર ભવન ખાતે કાલોલ શહેર સહિત તાલુકા કોંગ્રેસ પરિવાર ના આગેવાનો,હોદ્દેદારો,તેમજ કાર્યકરો ની ઉપસ્થિતમાં બલિદાન,ન્યાય અને સત્યના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભૂતપુર્વ વડાપ્રધાન અને ભારત રત્ન લાલ બહાદુર શાસ્ત્રીજી ની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધા સુમન સહ પુષ્પાજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિકેટો પ્રદિપસિંહ પરમાર અને દિલીપસિંહ ચૌહાણ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઠાકોર અને ગનીભાઈ મન્સૂરી,કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય,કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કિરણભાઈ પરમાર,કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના લઘુમતી સેલના પ્રમુખ રફિકભાઈ મિર્ઝા, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના બક્ષીપંચ ના પ્રમુખ નસીબદાર રાઠોડ, ચંદ્રસિંહ સોલંકી (દાજી),ખ્રિસ્તી સાહેબ, સૈયદ સખાવતઅલી વિઠ્ઠલભાઈ પરમાર,ભોપુભાઈ ઉપસ્થિત રહ્યા હતા









