DANGWAGHAI

Waghai : ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે જૂની પેન્શન યોજના લાગુ કરાવવા માટે શિક્ષકો દ્વારા રેલી યોજવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગાંધી જયંતિના રોજ ડાંગ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરાવવા માટે વઘઈ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા.તેમજ તમામ શિક્ષકો માટે “ઓનલી ઓ.પી.એસ.” જેવા નારા લગાવવામાં આવ્યા હતા.ડાંગ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ હરેશભાઈનાં અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના આદેશ અનુસાર જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા માટેની રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ રેલીમાં ડાંગ જિલ્લાના શિક્ષકો  અને સંયુક્ત કર્મચારી ઓ સહભાગી થયા હતા.ગાંધીબાગ સુધી આ રેલી યોજવામાં આવી હતી અને ત્યાં ગાંધીજી ની પ્રતિમાને સુતર ની આટી પહેરાવી હાથમાં માટી લઈ પ્રતિજ્ઞા લેવામાં આવી  હતી કે, અમારો પેન્શન નો હક અમે મેળવીને જ રહીશું.ત્યાર બાદ” વૈષ્ણવ વજન” ભજન ગાવામાં આવ્યું હતુ.ત્યાર બાદ ત્રણેય તાલુકાના પ્રા .શૈ.મહાસંઘ ના હોદેદારોએ જૂની પેન્શન યોજના મેળવવા વિશે  જાણકારી આપી હતી.તેમજ જિલ્લા અધ્યક્ષ દ્વારા જણાવ્યું કે, જૂની પેન્શન યોજના એ આપણો હક છે. જ્યાં સુધી જૂની પેન્શન યોજના સરકાર અમલ માં ન મુકે ત્યાં સુધી  લડત ચાલુ રાખીશું.અને હક મેળવીને જ જંપીશુ.હવે પછીનાં કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને જીલ્લા પંચાયતનાં પ્રમુખ અને ધારાસભ્યને જૂની પેન્શન શરૂ કરવા માટેનાં આવેદનપત્ર આપવામાં આવશે..

[wptube id="1252022"]
Back to top button