
એક કલાક એક દિવસ નહીં અહીં તો બારેમાસ ગંદકી રહે છે!… રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
મોરબીમાં સ્વચ્છતા નો અભાવ છતાં મહાત્મા ગાંધી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા ભારત અભિયાન અંતર્ગત સસ્તી પ્રસિધ્ધિ પ્રાપ્ત કરતા નેતાઓ અને સરકારી બાબુઓ શરમ કરો
મોરબી સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્ય મા મહાત્મા ગાંધી જન્મ જયંતી અંતર્ગત વિવિધ કાર્યક્રમો ના ભાગરૂપે સ્વચ્છતા ભારત અભિયાન ના વિવિધ કાર્યક્રમો સરકારી બાબુઓ અને નેતાઓ દ્વારા ઓક્ટોબર ની પ્રથમ તારીખથી એક દિવસ એક કલાક કાર્યક્રમ અંતર્ગત મોટાભાગના રાજકીય નેતાઓ અને સરકારી શાળા સ્કૂલના શિક્ષકો સરકારી અધિકારીઓ દ્વારા સ્વચ્છતા ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ શરૂ કર્યા છે ત્યારે મોરબી જિલ્લા પંથકમાં ગંદકી કચરાના ગંજ અને ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા છે ત્યારે મોરબીના રણછોડ નગર નિધિ પાર્ક સોસાયટી શેરી નંબર ૧ માં કાયમ માટે સમસ્યા સ્વરૂપે ગંદા પાણીના વહેતા ભૂગર્ભ ગટરના પાણી લોકોના ઘરોમાં અને રોડ રસ્તા પર ફરી વળ્યા છે સમા રહી છે ત્યારે વાળ તહેવાર અને મહાત્મા ગાંધી જન્મ જયંતી નિમિત્તે દેખાવ પ્રદર્શન કરી સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરતા રાજકીય નેતાઓ અને સરકારી બાબુઓ પ્રજાહિત કાર્યમાં નિષ્ફળ રહ્યા છે અને વિકાસના ભાંગડા વાળતા નેતાઓ ની નબળી નેતાગીરી નો ભોગ મતદાર પ્રજા બનતી હોય તેવી સમસ્યા સ્વરૂપે તસવીર ભાજપ શાસનકાળના નેતાઓની નિષ્ક્રિયતા ની ચડી ખાઈ રહી છે