કર્મનિષ્ઠા અને ફરજ પ્રત્યે વફાદાર જૂનાગઢ જિલ્લા પોલીસવડાનું બહુજન વિકાસ ફોજ દ્વારા કરાયું સન્માન

જે સમાજ સજ્જનોનું સન્માન અને દુર્જનોને દંડી નથી શકતો એ સમાજ ક્યારેય પ્રગતિ નથી કરી શકતો : બહુજન વિકાસ ફોજ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ

જૂનાગઢ : તા.૧૦, બહુજન વિકાસ ફોજ જિલ્લા ટીમ દ્વારા આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી સાહેબનું મોમેન્ટો આપી અને સન્માન કરાયું. કર્મનિષ્ઠા અને ફરજ પ્રત્યે વફાદાર એવા જિલ્લા અધિક્ષકશ્રી રવીતેજા વાસમ સેટી દ્વારા તમામ લોકોને સાંભળવા અને પૂરેપૂરો ન્યાય મળે સાથ સહકાર આપી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડનાર જિલ્લા પોલીસવડાનું બહુજન વિકાસ ફોજની ટીમ દ્વારા સન્માન અને સત્કાર કરાયું.

આ તકે ઉપસ્થિત ટીમમાં બી.વી.એફ.ગુજરાત સંયોજક નિખિલ ચૌહાણ, જિલ્લા સંયોજક વનરાજ સોલંકી, જિલ્લા પ્રમુખ વિશાલ વાઘેલા, મનોજ પરમાર, અંકલેશ રાઠોડ, નિક માકડીયા, જગદીશ માકડીયા, વિનોદભાઈ મકવાણા, રોહિત વાઘ, વિપુલ પરમાર, ગોપાલભાઈ પરમાર, નરેશભાઈ પરમાર, સંજયભાઈ કટારીયા, મનીષભાઈ સાહિયા, કલ્પેશ સાગઠિયા, રાજેશભાઈ ગોહેલ, ભાવેશ સોંદરવા, સચિન પરમાર, મિલન વાળા, કૈલાસ પરમાર, મયુર ચૌહાણ, નીતિન ચૌહાણ, વાલજી ભાઈ મકવાણા, નાથાભાઇ ચૌહાણ, અશોકભાઈ શ્રીમાળી, સુરેશ વાઘ, ધવલ મકવાણા, ભાવેશ પરમાર, વિજય સાહિયા, રાહુલ સાદીયા, રસિક મૂછડીયા, ભરત કટારીયા, વિનોદ મકવાણા, નરેન બૌદ્ધ સહિતના ઉપસ્થિત રહી જિલ્લા અધિક્ષક સાહેબને મોમેન્ટો અને ફુલહારથી સન્માનિત કર્યા હતા.





