
Halvad:સ્વચ્છતા ના નામે દેખાવો કરનાર નેતાઓ કંઈક આ બાજુ પણ જુઓ – સ્વચ્છ ભારત ના નામે માત્ર ફોટોશૂટ કરનારાઓ નેતાઓ ક્યાં છે ??
વિશાલ જયસ્વાલ હળવદ

આવતીકાલે બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતી ગાંધી જયંતી નિમિત્તે વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશન છેલ્લા ઘણા વર્ષોથી ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સમગ્ર ભારત દેશને સ્વચ્છ બનાવવા માટે અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં પણ આવી રહ્યા છે ત્યારે હાલના સમયમાં કોઈકને ફોન કરીએ ત્યારે સ્વચ્છ ભારતમાં જોડાઈએ અને સૌ સ્વચ્છતા માટે કામગીરી કરીએ તેવી કેસટ વાગતી હોય છે અને આજે પહેલી ઓક્ટોબરે વિવિધ વિસ્તારમાં નેતાઓ દ્વારા સ્વચ્છતા માટે સફાઈ કરતા હોય તેવા ફોટા પાડી પ્રસિદ્ધિ મેળવવા માટે મીડિયા મારફત અથવા તો સોશિયલ મીડિયા મારફત દેખાવો કરતા હોય છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી હોય છે જો વાત કરવામાં આવે તો હળવદ શહેરમાં ગંદકીનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી ચરમ સીમાએ છે ત્યારે આજે પહેલી ઓક્ટોબર નિમિત્તે ઘણા બધા નેતાઓએ ફોટોશૂટ માત્ર સફાઈ કરી હોય તેવો કાર્યક્રમ કર્યો હતો ત્યારે આ ફોટો હળવદના ધમધમતા ધ્રાંગધ્રા દરવાજા નજીક જાહેર શૌચાલય પાસે દિવસ દરમિયાન ગંદકીઓ જ ગંદકી જોવા મળે છે ત્યારે અહીંયા સાફ-સફાઈ કેમ નથી કરતા અને હળવદ ની મેન બજારમાં જવા માટેનું આ નાક કહી શકાય તેવો રોડ છે તેમજ એક ફોટો ધાંગધ્રા દરવાજાનો છે કે જ્યાંથી લોકો પસાર થતા હોય છે દુર્ગંધ અને ગંદકીથી ત્રાહિમામ પકારી ઉઠ્યા છે ત્યારે આવા નેતાઓને આ વિસ્તારમાં ફોટોશૂટ કરાવું કેમ નહીં ગમી હોય આ ફોટા થી સમગ્ર હળવદમાં ચર્ચાનો વિષય બન્યો છે









