GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લામાં સ્વાગત ફરીયાદ નિવારણ અંતર્ગત રજૂ થયેલા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લવાયો

તા.૩૦/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

ક્લેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને ૧૪ અરજીઓનું સ્થળ પર નિરાકરણ કરાયું

ગુજરાત રાજ્યમાં દર મહિનાના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં રજૂ થતા જિલ્લાના નાગરિકોના વિવિધ પ્રશ્નોનું નિવારણ અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં લાવવામાં આવે છે.

Rajkot: ગત તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ રાજકોટ જિલ્લા ક્લેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના ૧૫ અરજદારો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ૧૦ અરજદારોએ રૂબરૂ હાજર રહી પ્રશ્નો સંબંધે રજૂઆત કરી હતી. ક્લેક્ટરશ્રીએ આ પ્રશ્નોને સાંભળી, સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ કરવા માટે સુચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે મુખ્યત્વે ગટર છલકાવવાને કારણે ફેલાતો રોગચાળો, રોડના પ્રશ્નો, ગંગાસ્વરૂપા આર્થિક સહાય મંજુર કરવા, ગામ નમુના નં. રમાં કાયમી હકની જુની શરતની નોંધ થવા, માપણી થવા, રસ્તામાં ગેરકાયદેસર દબાણ, રીસર્વે પ્રમોલ્ગેશન અંતર્ગત વાંધા નિકાલ વગેરે પ્રશ્નોને લઇને અરજદારોએ ક્લેકટરશ્રીને રજૂઆત કરી હતી, આ તમામ પ્રશ્નોનો સ્થળ ઉપર હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.

આમ, જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલી કુલ ૧૫ અરજીઓમાંથી ૧૪ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો તથા એક અરજી આગામી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સાંભળવા માટે પેન્ડિંગ રાખવામાં આવી હતી. તેમજ તાલુકા કક્ષાએ તાલુકાવાર યોજાયેલા સ્વાગત કાર્યક્રમની તમામ અરજીઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

આ તકે નિવાસી અધિક ક્લેક્ટરશ્રી એસ. જે. ખાચર, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button