Kalol : કાંકણપુર ગામના સેવાશ્રમ વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી

તારીખ ૩૦/૯/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
આજ રોજ ગોધરા તાલુકાના કાંકણપુર ગામે સેવાશ્રમ વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.એચ લખારા,પોલીસ ઇન્સ્પેકટર કાંકણપુર અંકુર ચૌધરી,એસ.એમ.એફ.જી અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા ચાલતી મોબાઈલ હેલ્થ યુનિટના એસ.પી.ઓ અશોકભાઈ મેકવાન અને મેડિકલ સ્ટાફ તેમજ વોલન્ટીર સામાજિક કાર્યકર ભુપેન્દ્રસિંહ મકવાણા હાજર રહ્યા હતા.ઉજવણી દરમ્યાન ઉપસ્થિત વૃદ્ધોને મહેમાનો દ્વારા સાલ અને ફૂલ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પી.આઈ અંકુર ચૌધરી દ્વારા વૃદ્ધને મીઠાઈ અને હેલ્પએજ ઇન્ડિયા- એસ.એમ.એફ.જી દ્વારા ફળ વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે સમાજ સુરક્ષા ખાતા તરફથી ચાલતી વૃદ્ધલક્ષી યોજનાઓની માહિતી તેમજ એલ્ડર લાઈન-૧૪૫૬૭ વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવેલ હતું.









