KHERGAMNAVSARI

Khergam : ખેરગામમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ એ મિલાદ ઉન નબી ની ધાર્મિક ઉજવણીમાં તાલુકાભરના મુસ્લિમ બિરાદરો ઉમટીયા

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકા મથકના મુસ્લિમ બિરાદારો દ્વારા સવારે ૮-૩૦ વાગ્યે હજરતે આલા મસ્જિદથી પયગમ્બરસાહેબના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભવ્ય જુલુસ નીકળ્યું હતું . જેમાં મોટી સંખ્યામાં તાલુકાભરના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. સમગ્ર વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ સાહેબના જન્મદિવસ ઇદે મિલાદુન્નબીની દર વર્ષ મુસ્લિમ સમાજ દ્વારા શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવે છે. માજી મુતુવલ્લી ઝમીરભાઈ તથા જન્નત નસીબ અમન ઉલ્લા મુસ્તફા શેખના પ્રાંગણમાં ઝૂલૂસે વિરામ કરી રિફાઇ દ્વારા ભક્તિ ગીતો ગાયા બાદ આમ ન્યાઝ માં સૌ
બિરાદરો જોડાયા હતા, બાદમાં જુલુસ દશેરા ટેકરી ગયું હતું જ્યાં સ્થાનિક હિન્દુ આગેવાનોએ કોમી એકતાના ભાવ પ્રદર્શિત કરી એક મેક ને મુબારકબાદી આપી હતી. મુસ્લિમ મહોલ્લામાં અટગામવાલા અલ્લારખુંને ત્યાં નિયાઝમાં સૌએ ભાગ લીધો હતો અને બાદમાં ઝુલુસે મસ્જિદ ખાતે નમાઝ પઢી દુઆ કરી વિરામ લીધો હતો. સમગ્ર જુલુસ દરમિયાન ખેરગામ પો.સ.ઈ. પઢેરીયા-પોલીસ તંત્રએ કાયદો વ્યવસ્થા જાળવવા માટે સઘન વ્યવસ્થા કરી હતી. આમ સમગ્ર તંત્રે ગઈકાલે ગણેશ વિસર્જન અને આજે ઈદે મિલાદની શાંતિપૂર્ણ ઉજવણી સંપન્ન થવા બદલ હાશકારો અનુભવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button