NAVSARIVANSADA

વાંસદા ગામના પાટાફળિયા ખાતે તેરાની હવાન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ- વાંસદા

 

વાંસદા ગામના પાટાફળિયા ખાતે તેરાની હવાન કરવામાં આવી હતી.આદિવાસી સમાજમાં તેરાની હવાનનું અનોખું મહત્વ છે.આદિવાસીઓના દરેક તહેવાર ખેતીકામ આધારિત હોય છે.વાવણીથી કરીને કાપણી સુધી. આદિવાસીઓના તહેવારો તારીખ તિથિ પંચાંગ આધારિત નથી હોતા, જ્યારે જ્યારે પ્રકૃતિ પોતાનું રુપ બદલે છે ત્યારે આદિવાસી સમાજ પોતાનો ઉત્સવ તહેવાર ઉજવે છે.નાંદરવા દેવની પૂજા પ્રકૃતિ અને વરસાદ સાથે સંકળાયેલ છે. જયારે પહેલાં વરસાદ નું આગમન થાય છે અને પ્રકૃતિ આ દરમ્યાન લીલોતરી ધારણ કરે છે. જેની ખુશીમાં પ્રકૃતિ નાં આ નવા રુપના વધામણા માટે આદિવાસી સમાજ દ્વારા પારંપરિક વિધિ કરવામાં આવે છે. અને પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે.સમાજ પશુપાલન સાથે સંકળાયેલો‌ છે અને પોતાના ઢોરઢાંખર ને પરિવાર નાં સભ્યોની જેમ જ રાખે છે. એટલે આખાં વર્ષ દરમિયાન ઢોરઢાંખર નું આરોગ્ય જળવાઈ રહે, કોઈ રોગ કે બીમારી ન આવે તે માટે જંગલમાંથી વનસ્પતિઓ લાવીને ઔષધિ બનાવીને ઢોરઢાંખર પર છંટકાવ કરવામાં આવે છે. ખેતરોમાં ઊગેલા નવા ધાન્ય અને પશુધન (ઢોરઢાંખર) માટે પ્રકૃતિને પ્રાર્થના કરવામાં આવે છે.ભેગા મળીને ગામમાં ખેતીકામમાં મજૂરી નાં દર નક્કી કરાય છે. આ હવાનમાં છગન ભગત માજી ગ્રામ પંચાયત સભ્ય સુનિલભાઈ ગણપતભાઇ દિલીપભાઈ રમેશભાઈ નરેશભાઈ બાબુભાઈ પપ્પુભાઈ પ્રફૂલભાઈ વિકેશભાઈ કમલેશભાઈ હેમંતભાઈ છગનભાઈ સુરેન્દ્રભાઈ અરવિંદભાઈ પ્રેમલભાઈ નયનેશભાઇ વગેરે તથા ફળિયાના માણસો હાજર રહ્યાં હતાં.

[wptube id="1252022"]
Back to top button