
હળવદના જાહેર રોડ પર ગટરના ગંદા પાણીથી વેપારીઓ ત્રસ્ત – નગરપાલિકાએ આવેદન આપવા પહોંચ્યા લેવાવાળું કોઈ નહીં ???
વિશાલ જયસ્વાલ હળવદ

હળવદ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વિવાદો વચ્ચે રહી છે જો વાત કરવામાં આવે તો પાયાના પ્રશ્નો જેવા કે રોડ રસ્તાઓ, સાફ સફાઈ ગંદકી પીવાનું પાણી સહિત અલગ અલગ સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે વધુમાં ગટરના પાણીનો રોડ પરથી નીકળતા હળવદ નગરપાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે એવામાં હળવદના સરા રોડ ની પાછળના વિસ્તારમાં આવેલ રોડ પર ગટરનું ગંદુ પાણી છેલ્લા ઘણા સમયથી નીકળતું હોય જેનું નગરપાલિકા ને અનેક વખત મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે વેપારીઓ નગરપાલિકાએ દોડી ગયા હતા ત્યારે આ આવેદન સ્વીકારનાર કોઈ નગરપાલિકાએ હાજર ન હતું એકબીજાને ખો આપનાર કર્મચારીઓ માત્ર હાજર હતા, વધુમાં વાત કરવામાં આવે તો હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા થોડા સમય પહેલા એક હેલ્પલાઇન નંબર જાહેર કરી લોકોને પડતી અસુવિધાઓ માટે મદદરૂપ બનવા જાહેર કર્યો હતો ત્યારે આ હેલ્પલાઇન નંબર પણ માત્ર શોભાના ગાંઠીયા સમાન રહી ગયો હોય તેવી ચર્ચા જોર પકડ્યું છે








