Halol : પાવાગઢ વડાતળાવ ખાતે ગણેશ વિસર્જન દરમ્યાન ક્રેન પલટી ખાતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૮.૯.૨૦૨૩
હાલોલ નગરમાં બિરાજમાન શ્રીજીની પ્રતિમાનું વિસર્જન હાલોલ તાલુકાના વડા તળાવ ખાતે કરવામાં આવી રહ્યું છે. દરમિયાન બપોરના સમયે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરતી વેળાએ એક ક્રેન મધ્ય તળાવમાં અચાનક કોઈ કારણોસર ક્રેન પલટી ખાઈ જતા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરતા ચાર તરવૈયા તેમજ ક્રેન ચાલક જમીન પર પટકાતા તેઓને ઇજાઓ થતાં વિસર્જન સ્થળ પર ભાગદોળ નો માહોલ સર્જાયો હતો.તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમાં ત્રણને સામાન્ય ઇજાઓ થતા સારવાર આપી દાખલ કરવામાં આવ્યા છે.જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને ગંભીર ઇજાઓ થતા તેઓને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવાની ફરજ પડી હતી.હાલોલ નગર તથા તાલુકાના આજુબાજુ ના વિસ્તાર ના શ્રીજી ના વિસર્જન માટે હાલોલ નગર પાલિકા દ્વારા પાવાગઢ નજીક આવેલા વડા તળાવ તથા સિંધવાઈ તળાવ માં વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ક્રેઇન ની મદદ દ્વારા ગણેશજી ની પ્રતિમાઓને વિસર્જિત કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી.તે દરમિયાન એક પ્રતિમા ઉચકતા સમયે ક્રેઇન નો પટ્ટો તૂટી જતા ક્રેઇન ગોથું ખાઈ ને પલટી જતા દુર્ઘટના સર્જાઈ હતી.ક્રેઇન ના ડ્રાઈવર અને તરવૈયાઓ તરીકે ફરજ પર મુકવામાં આવેલા પાંચ ને નાની મોટી ઇજાઓ પહોંચતા તમામ ને 108 માં સારવાર માટે ખસેડાયા છે. ઘટના ની જાણ થતા હાલોલનાં ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર ઘટના સ્થળે તેમજ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.મૂર્તિ વિસર્જન દરમ્યાન સર્જાયેલી દુર્ઘટના માં ઇજાગ્રસ્તો ના નામ.1. હરીશભાઈ છત્રસિંહ પરમાર – ગરીઆલ,તરવૈયા 2. તખતભાઈ રમનભાઈ પરમાર – ગરીઆલ, તરવૈયા 3. સામતભાઈ માથુરભાઈ પરમાર – ગરીઆલ, તરવૈયા 4. લખનદર નરેશમાધવ કુશવાહા – હાલોલ , ક્રેઇન ના ડ્રાઈવર 5. ભગવાનસિંહ રૂપસિંહ પરમાર — ગરીઆલ, તરવૈયા.