HALOLPANCHMAHAL

Halol : હાલોલ-પાવાગઢ બાયપાસ રોડ પર જાંબુડી જવાના માર્ગ પર અફીણના જથ્થા સાથે બે ઈસમો એસઓજીએ ઝડપ્યા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૭.૯.૨૦૨૩

ગોધરા એસ.ઓ.જી ની ટીમે બાતમીના આધારે હાલોલ પાવાગઢ બાયપાસ રોડ જાંબુડી જવાના રસ્તા પર 480 ગ્રામ અફીણ સાથે બે ને ઝડપી પાડયા હતા.પોલીસે રૂ.12000/- નું અફીણ, રૂ.8000/- ના મોબાઈલ, રૂ. 500000 લાખની કાર મળી કુલ રૂ. 5,22,360/- નો મુદ્દામાલ કબ્જે કરી એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા એસ.ઓ.જી ની ટીમ પેટ્રોલિંગ માં હતી.દરમ્યાન ખાનગી બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે બે ઈસમો ગેરકાયદેસર રીતે નાર્કોટીક્સ નો મુદ્દામાલ લઇ પાવાગઢ તરફ થી હાલોલ થઇ ગોપીપુરા તરફ જવાના છે.જે બાતમીના આધારે પોલીસે ટુકડીઓ બનાવી બાતમી વળી ગાડી ની વોચમાં હાલોલ પાવાગઢ બાયપાસ રોડ જાંબુડી જવાના રસ્તા પર ગોઠવાય ગયા હતા.દરમ્યાન બાતમી વાળી ગાડી આવતા તેને રોકી ગાડી માં સવાર ઈસમ નું નામ થામ પૂછતાં એકે મયૂરકુમાર દિલીપભાઈ પરમાર રહે. કંસારાવાવા તા. હાલોલ જયારે બીજા ઈસમે ભુપેન્દ્રભાઈ શંકરભાઇ બારીયા રહે. મોટા ચાડવા,તા. હાલોલ હાલ રહે તલાટી કોલોની,સ્ટેશન રોડ હાલોલ જણાવેલ ગાડીમાં તપાસ કરતા સીટ કવર ની પાછળ ના ભાગે થી કથ્થાઈ કલર નો નરમ પદાર્થ મળી આવેલ.ખાત્રી પૂર્વક તપાસ કરતા 480 ગ્રામ માદક પદાર્થ અફીણ હોવાનું જણાઈ આવતા પોલીસે રૂ.12000/- નું અફીણ, રૂ.8000/- ના મોબાઈલ, રૂ. 500000 લાખની કાર મળી કુલ રૂ. 5,22,360/- નો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓ સામે એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુનોનોંધી કાયદેસર તપાસ હાથધરી છે.પોલીસે આ પદાર્થ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઇ જવાનો છે.તે બાબત ની પુછપરછ કરતા ભુપેન્દ્રભાઈ એ જણાવ્યું હતું કે આ જથ્થો મને હું સવારે ચાલવા નીકળ્યો હતો ત્યારે બાલભોલા હનુમાનજી મંદિર જવાના રસ્તા પાસેથી છેલ્લા પંદર દિવસ પહેલા મળ્યો હતો.જે મેં ઘરે સંતાડી દીધો હતો. તેનો કોઈ ગ્રાહક ન મળતા તેને વેચવા માટે મયુર પરમાર નો સંપર્ક કર્યો હતો જે વેચવા જતા પહેલા પોલીસ ના હાથે ઝડપાઇ ગયા હતા.

[wptube id="1252022"]
Back to top button