
મોરબી-કચ્છમાંથી ચોરાઉ બાઇક સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસની ટીમ સાપર ગામની સીમમાં પાવડીયાળી કેનાલ પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હોય દરમ્યાન જયંતિભાઇ પ્રભુભાઇ બાડા (રહે, ભીમાસર (ભુટકીયા), તા.રાપર, જી.કચ્છ-ભૂજ)વાળો કાળા કલરનું નંબર પ્લેટ વગરનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇ નીકળતા જે મોટર સાયકલ ચાલકને વાહનના આર.ટી.ઓ ને લગત કાગળો તથા આર સી.બુક બાબતે પુછતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવતા એન્જીન નંબર સર્ચ કરતા આ મોટર સાઇકલ રજી.નં.GJ03-Al-9490 વાળુ જે સુનિલ કાંતિલાલ મિરાણી (રહે, એવન્યુપાર્ક, મોરબી)વાળાની માલીકીનુ હોવાનુ જાણવા મળ્યું હતું. જેથી તે શખ્સની સઘન પુછપરછ કરતા પોતે મોટર સાયકલ ચોરી કરી મેળવેલ હોય તેમજ સદરહું મોટર સાયકલ સિવાય અન્ય બીજા 8 મોટર સાયકલો પણ ચોરી કરેલાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી જયંતિ પ્રભુભાઈ બાડાને ઝડપી લઈ કુલ 9 મોટરસાયકલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









