GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:રથ સપ્તમીના દિવસે સાર્થક વિદ્યામંદિરમાં સૂર્ય નમસ્કાર દિવસ ઉજવાયો.

રથ સપ્તમીના દિવસે સાર્થક વિદ્યામંદિરમાં સૂર્ય નમસ્કાર દિવસ ઉજવાયો.

સૂર્ય નમસ્કાર વિશે મહત્વપૂર્ણ માહિતી તારીખ 16 ફેબ્રુઆરી 2024 મહા સુદ સાતમ સૂર્ય નમસ્કાર દિવસ

યોગ આસનોમાં સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ છે. આ એક માત્ર આસન થી શરીરને પૂર્ણ વ્યાયામ મળે છે. તેના રોજિંદા અભ્યાસથી આપણું શરીર રોગમુક્ત, સ્વસ્થ બને છે અને આપણો ચહેરો ચમકદાર બને છે. મહિલાઓ હોય કે પુરૂષો, બાળકો હોય કે વૃદ્ધો, સૂર્ય નમસ્કાર દરેક માટે ખૂબ જ ફાયદાકારક છે.

સૂર્ય નમસ્કારની શરૂઆતમાં આ મંત્ર બોલવામાં આવે છે.ઓં ધ્યાયેસ્સદા સવિતૃમંડલમધ્યવર્તી નારાયણસ્સરસિજાસન સન્નિવિષ્ટઃ । મકરકુંડલવાન્ કિરીટી હારી હિરણ્મયવપુઃ ધૃતશંખચક્રઃ ॥

સૂર્ય નમસ્કાર માં કુલ 12 મુદ્રાઓનો સમાવેશ થાય છે નીચે મુજબના મંત્રો સાથે અલગ અલગ આસનો કરવામાં આવે છે.

ઓં મિત્રાય નમઃ । ઓં રવયે નમઃ ।ઓં સૂર્યાય નમઃ । ઓં ભાનવે નમઃ ।ઓં ખગાય નમઃ ।ઓં પૂષ્ણે નમઃ ।
ઓં હિરણ્યગર્ભાય નમઃ ।ઓં મરીચયે નમઃ ।ઓં આદિત્યાય નમઃ ।ઓં સવિત્રે નમઃ ।ઓં અર્કાય નમઃ ।
ઓં ભાસ્કરાય નમઃ ।ઓં શ્રીસવિતૃસૂર્યનારાયણાય નમઃ ॥

સૂર્ય નમસ્કાર એ 12 પગલાઓમાં કરવામાં આવેલું આસન છે જેમાં જો આપણે આસનો/સ્થિતિનું નામ જાણીએ તો1.પ્રણામાસન/પ્રાર્થનાસન/નમસ્કાર મુદ્રા
2.હસ્ત ઉત્તાનાસન,/ઉર્ધ્વહસ્તાસન 3.પાદહસ્તાસન
4.અશ્વ સંચલનાસન, 5.દંડાસન/અધો મુખ સ્વાનાસન,
6.અષ્ટાંગ નમસ્કાર, 7.ભુજંગાસન,8.પર્વતાસન,
9.અશ્વ સંચલાસન,10.પાદહસ્તાસન
11.હસ્ત ઉત્તાનાસન/ઉર્ધ્વહસ્તાસન
12.પ્રણામાસન/પ્રાર્થનાસન/નમસ્કાર મુદ્રા નો સમાવેશ થાય છે.અમુક માત્રામાં સૂર્યનમસ્કાર કર્યા બાદ અંતે
નીચેનો મંત્ર બોલીને પુર્ણાહુતી કરવી.

આદિત્યસ્ય નમસ્કારાન્ યે કુર્વંતિ દિને દિને ।
આયુઃ પ્રજ્ઞાં બલં વીર્યં તેજસ્તેષાં ચ જાયતે ॥

આજે (રથ સપ્તમી, આરોગ્ય સપ્તમી ,નર્મદા જયંતીના દિવસે) સાર્થક વિદ્યા મંદિર ખાતે સૂર્ય નમસ્કાર દિવસ ઉજવાયો હતો. સામાન્ય રીતે સાર્થક વિદ્યામંદિર ના દરેક ધોરણમાં સૂર્ય નમસ્કાર શીખવવામાં આવે છે અને કરાવવામાં આવે છે પરંતુ આજના દિવસને અનુસંધાને યુકેજી ના બાળકો તેમજ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને ઉજવણીમાં સંમેલિત કરવામાં આવ્યા હતા. સાર્થક વિદ્યામંદિરના યોગ આચાર્યો કમલેશભાઈ તેજલબેન , મીનલબેન અને પાયલબેન દ્વારા સૂર્ય નમસ્કાર કરાવાયા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button