

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૬/૦૯/૨૦૨૩
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ભરૂચ જિલ્લાની કરારોબરી બેઠક યોજાઇ. અંકલેશ્વર ખાતે યોજાયેલ આ બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અઘ્યક્ષ ભીખાભાઈ પટેલ તથા મંત્રી ભરતસિંહ સોલંકીના અઘ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ૨૦૦૪ પછીની ભરતીના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા આવે એ માટે તેમજ બી.એલ.ઓ.ની કામગીરી શિક્ષક કર્મચારી સિવાય અન્ય ૧૨ કેડરના કર્મચારીઓને સોંપવા આવે એ માટે ગુજરાત રાજ્યના મહાસંઘના અઘ્યક્ષ ભીખાભાઈ પટેલને આવેદપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ એચ.ટી.એ.ટી શિક્ષકોના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
સાથે આગામી ૨જી ઓકટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીના સ્મારકની પૂંજા કરી ત્યાંથી એક ચપટી માટી ઉપાડી જૂની પેન્શન યોજના ‘OPS’ ની માંગણીની પ્રતિજ્ઞા લેવામાં આવશે. શિક્ષક હિત માટે જૂની પેન્શન યોજનાની અમલવારી સરકાર દ્વારા માંગણી સ્વીકારે એ માટે રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભરૂચ તથા નેત્રંગ દ્વારા “મેરી મિટ્ટી… મેરા OPS…” ના સૂત્રોચાર સાથે આંદોલન લડત કરવામાં આવશે.
આ બેઠકમ જિલ્લા મહાસંઘના અઘ્યક્ષ પુષ્પરાજસિંહ, મહામંત્રી કમલેશભાઈ તેમજ નેત્રંગ તાલુકાના અઘ્યક્ષ રાજનભાઈ ગાવિત, મહામંત્રી મહેન્દ્ર વસાવા,વાલિયાના મહામંત્રી હિતેન્દ્રસિંહ તેમજ તાલુકાના તમામ હોદ્દેદારો, શિક્ષક ભાઈઓ બેહનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.








