
24 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ભૂતેડી પ્રાથમિક શાળા ના શિક્ષક શ્રી પરેશકુમાર બાબુલાલ પુરોહિત ને પ્રકૃતિ મિત્ર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેડબ્રહ્મા નિવાસી કિશનચંદ ટેકચંદ પરિવાર તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના પ્રકૃતિ પ્રેમી એવા શિક્ષકો, સંસ્થાઓ અને પ્રકૃતિ માટે ખાસ યોગદાન આપનાર સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દાંતા તાલુકાની અંતરિયાળ વિસ્તારમાં આવેલી શ્રી રીહેન એચ મહેતા વિદ્યાલય, માંકડી ખાતે કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બનાસકાંઠા જિલ્લાના શિક્ષણાધિકારીશ્રી નરેન્દ્રસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત દાંતા તાલુકાના મામલતદાર શ્રી તથા અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોનું સન્માન પત્ર, ચાંદીનો સિક્કો અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન આ શાળાના આચાર્યશ્રી ડો.રાકેશભાઈ પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.



