
22 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
તાલુકા કક્ષાની બહેનોની એથ્લેટીક્સ સ્પર્ધા શેરપુરા મુકામે યોજાઇ, જેમાં શ્રી એલ.વી. નગરશેઠ હાઇસ્કૂલ, સમૌ મોટા ની કુલ 6 બહેનોએ અલગ – અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં અંડર- 14 માં કાજલબા કરશનજી જાદવ ગોળાફેંક દ્રિતીય નંબરે, વિલાસબા અજીતસિંગ 100 મીટર દોડમાં તૃતીય નંબરે આવ્યા હતા.અંડર-17 માં જોષી દિવ્યાબેન ગણપતભાઈ 400 મીટર વિઘ્ન દોડ માં પ્રથમ નંબરે, જોષી ભાર્ગવીબેન દલપતભાઈ ગોળાફેંકમાં દ્રિતીય નંબર લાવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.શાળા પરિવાર અને વ્યાયામ શિક્ષકશ્રી કનુભાઈ પ્રજાપતિ તથા પ્રધાનઆચાર્ય નટુભાઈ જોષી દ્વારા જિલ્લામાં પણ નંબર લાવી શાળાનું ગૌરવ વધે, અને ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
[wptube id="1252022"]



