
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૨.૯.૨૦૨૩
તારીખ 21/9/2023 ને ગુરૂવારના રોજ હાલોલ નગરમાં આવેલ કલરવ શાળામાં ચિન્મય મિશન વડોદરા દ્વારા શ્રીમદ ભગવત ગીતાના ચોથા અધ્યાય ધ્યાનકર્મ સન્યાસી યોગ ની પ્રતિયોગીતા યોજવામાં આવી હતી.આ પ્રતિયોગીતા પૂજ્ય સ્વામી દિવ્યેશાનંદજી ના સાનિધ્ય અને ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.આ પ્રસંગે સ્વામીજીના આશિર પ્રવચન ખૂબ જ હૃદય સ્પર્શી રહ્યા હતા.જેમાં તેમને સ્વામી વિવેકાનંદ ના જીવન વિશે તેમજ અવતારોને મહત્વ સમજાવતા ઉચ્ચ કક્ષાનું ધ્યાન વ્યક્તિને કઈ રીતે ટોચ પર લઈ જઈ શકે છે.એ વાત ખૂબ જ સારી રીતે સમજાવી હતી. આ પ્રતિયોગીતામાં કે.જી. થી ધો. 12 ના ગુજરતી અને અંગ્રેજી માધ્યમ ના 204 વિદ્યાર્થીઓ તેમજ શાળાના 7 શિક્ષકોએ પણ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ સુંદર રીતે શ્રીમદ્ ભગવદ ગીતાના શ્લોકોનું ગાન અને પઠન કર્યું હતુ. ચિન્મય મિશન દ્વારા દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ આ પ્રતિયોગિતા ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ હતી.આ પ્રસંગે શાળાના આચાર્ય ડૉ. કલ્પનાબેન જોષીપૂરા,શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ જોષીપૂરા અને શિક્ષકો તેમજ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.