GUJARATJETPURRAJKOT

રાજકોટ જિલ્લાનાં ૨૧ ડેમોના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ નોંધાયોઃ ૭ ડેમોમાં નવા નીરની આવક

તા.૨૦/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લાના ૨૧ ડેમોના કેચમેન્ટ વિસ્તારમાં માં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ થયો છે, જે મુજબ વાછપરી ડેમમાં ૫૦ મી.મી., ગોંડલી ડેમમાં ૪૫ મી.મી., આજી-૩ તેમજ ન્યારી -૨ ડેમમાં ૪૦ મી.મી., ખોડાપીપર ડેમમાં ૩૫ મી.મી., મોજ ડેમમાં ૩૦ મી.મી., આજી -૨ ડેમમાં ૨૬ મી.મી., આજી-૧, છાપરવાડી-૧ તેમજ લાલાપરી ડેમમાં ૨૫ મી.મી.,ડોંડી, વેરી અને ફાડદંગબેટી ડેમમાં ૨૦ મી.મી., ન્યારી-૧ ડેમમાં ૧૮ મી.મી.,વેણું-૨ અને છપરવાડી-૨ ડેમમાં ૧૫ મી.મી., ઇશ્વરિયા, મોતીસર તેમજ સોડવદર ડેમમાં ૧૦ મી.મી., ફોફળ ડેમમાં ૮ મી.મી., ઘેલો સોમનાથ ડેમમાં ૫ મી.મી.વરસાદ નોંધાયો છે.

વધુમાં, છેલ્લા ૨૪ કલાકમાં વરસાદના લીધે ૭ ડેમોમાં પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે, જેમાં ખોડપીપર ડેમમાં ૧.૩૧ ફુટ, આજી-૨ ડેમમાં ૦.૬૬ ફુટ, ન્યારી – ૧ અને ૨ ડેમોમાં ૦.૩૩ ફુટ, ગોંડલી અને આજી-૩ ડેમમાં ૦.૧૬ ફુટ, મોજ ડેમમાં ૦.૧૦ ફુટનો ઉંડાઈમાં વધારો નોંધાયો છે. તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button