હાલોલ-ગોપીપુરા ગામે તબેલામા થયેલી બોલાચાલી હત્યામા પરિણમી,કોદાળીના ઘા મારી આધેડ મહિલાની હત્યા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૦.૯.૨૦૨૩
હાલોલ તાલુકાના ગોપીપુરા ગામે ભેસો રાખવાના તબેલામાં કામ કરતા ઈસમે તબેલામાં કામ કરવા બાબતે થયેલ બોલાચાલી ને લઇ તબેલામાં ગઢ નિદ્રા માં સુઈ રહેલી 65 વર્ષીય આધેડ મહિલાને મોઢાના ભાગે કોદાળી ના ઘા મારી મોત ને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી. બનાવને લઇ પોલીસે હત્યા નો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના ગોપીપુરા ગામે નાયક ફળીયા માં રહેતા મહર્ષિભાઈ વિભાકર દેસાઈ ના ઓ ખેતરમાં ભેસો રાખવાનો તબેલો ચલાવે છે. તેની દેખભાળ તેમની માતા ઇન્દુબેન વિભાકરભાઈ દેસાઈ પણ રાખે છે. ગત રોજ રાત્રીના સમયે ફરિયાદી મહર્ષિભાઈ પરીવાર સાથે બાજુમાં રહેતા તેમના મામા ને ઘરે હતા. મોડીરાત્રે તેમની માતા રોજ ના ક્રમ મુજબ તબેલામાં સુવા ગયા હતા.ત્યારબાદ રાત્રીના પોના એક વાગ્યાના સમય ગાળામાં તેમના તબેલા માં કામ કરતા મૂળ ઝારખંડ ના રાંચી જિલ્લાના ઝુમરી તલૈયા તાલુકાના બરઈ ગામના અને હાલ ગોપીપુરા ગામે તબેલામાં રહેતા વિજયકુમાર સુખભાઈ કેવટ ના ઓ આવી ફરિયાદી મહર્ષિભાઈ જણાવ્યું હતું કે તમારી માતા ઇદુબેનને કોઈએ માથામાં માર્યું છે. તેમ જણાવતા બધા તબેલામાં ગયા હતા અને જોયું તો ઇન્દુબેન ખાટલામાં સુતા હતા અને મોઢાના ભાગે વાગેલું હોવાથી લોહી લુહાણ હાલતમાં મરણ ગયેલ જાણતા તેમની બાજુમાં સુતેલા વિનોદભાઈ જે જગાડી પૂછ્યું તો આ તે પોતે સુઈ ગયેલા હોવાથી આ બાબતે તેમને કોઈ જાણ હતી નહિ. પરંતુ સાંજના સમયે ઇન્દુબેન અને વિજય કેવટ સાથે તબેલા માં કામ બાબતે ઝગડો થયો હતો. તેમ જણાવતા અજવાળામાં વિજય ને જોતા તેના શરીરે પહેરેલા કપડાં ઉપર લોહીના છાંટા દેખાતા તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે મારે ઇન્દુ માસી સાથે બોલાચાલી થઇ હતી જેથી મે તેમને તબેલામાં પડેલી કોદાળી વડે મોઢાના ભાગે મારતા લોહી લુહાણ થઇ ગયા હતા જેથી હું ગભરાઈ ગયો હતો. તેમ જણાવ્યું હતું. બનાવ ને પગલે રાત્રીના સમયે હોહા થતા લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે હાલોલ ગ્રામ્ય પોલીસ ને જાન કરતા પોલીસ ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. મહર્ષિભાઈ એ નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે વિજયભાઈ કેવટ સામે હત્યાનો ગુનો નોંધી હત્યારા વિજયને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.