GUJARATJETPURRAJKOT

રાજકોટ જિલ્લામાં તા.૧૯ થી ૨૩ સપ્ટેમ્બર સુધી વાદળછાયું અને વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના

તા.૧૯/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લામાં આગામી તા.૧૯ થી ૨૩ સપ્ટેમ્બર દરમ્યાન ગરમ ભેજવાળું અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ તા.૧૯ દરમ્યાન છુટા છવાયા વિસ્તારમાં ભારે અને તા. ૨૦ થી ૨૩ દરમ્યાન છૂટા છવાયા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

આ સમયગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમિયાન ૩૧ થી ૩૩ ડિગ્રી સેલ્સિયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમિયાન ૨૫ થી ૨૬ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ ૮૨ થી ૮૭ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૪૬ થી ૫૭ ટકા રહેશે. પવનની દિશા પશ્ચિમની રહેવાની અને ઝાટકા સાથે પવનની ઝડપ ૧૩ થી ૨૯ કિ.મી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button