
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે સુરેશભાઈ ચૌધરી, ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ વાઘમારે,વઘઇ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ચંદરભાઈ ગાવીત,ઉપપ્રમુખ તરીકે વનિતાબેન ભોયે,જ્યારે સુબિર તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે રવીનાબેન ગાવીત તથા ઉપપ્રમુખ તરીકે રઘુનાથભાઈ સાવળેએ પદગ્રહણ કરી કાર્યભાર સંભાળ્યો..
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યની જેમ છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ ભાજપાની ડબલ એન્જીનવાળી સરકાર બની છે.ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં 14મી સપ્ટેમ્બરનાં રોજ પ્રમુખ તથા ઉપપ્રમુખોની સર્વાનુમતે બિનહરીફ વરણી થતા ફરી જિલ્લામાં ભાજપાનો ભગવો લહેરાયો છે.ડાંગ જિલ્લા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં હાલનાં અઢી વર્ષનાં ટર્મ માટે પ્રમુખ તરીકે નિર્મળાબેન સુભાષભાઈ ગાઈન તથા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ ભોયેની સર્વાનુમતે વરણી થઈ હતી.આજરોજ ડાંગ જિલ્લા પંચાયત ભવનમાં પ્રમુખ નિર્મળાબેન સુભાસભાઈ ગાઈન તથા ઉપપ્રમુખ ભરતભાઈ ભોયેએ શાસ્ત્રોક્ત વિધિનાં મુહૂર્તમાં પદગ્રહણ કરી કાર્યભાર સંભાળી લઈ જિલ્લાનાં વિકાસની નેમ વ્યક્ત કરી હતી.તેવીજ રીતે આહવા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે સુરેશભાઈ ચૌધરી, ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ વાઘમારે,વઘઇ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ચંદરભાઈ ગાવીત,ઉપપ્રમુખ તરીકે વનિતાબેન ભોયે,જ્યારે સુબિર તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે રવીનાબેન ગાવીત તથા ઉપપ્રમુખ તરીકે રઘુનાથભાઈ સાવળેનાઓએ પણ સંગઠનનાં હોદેદારોની ઉપસ્થિતમાં પદગ્રહણ કરી વિધિવત રીતે કાર્યભાર સંભાળી લેતા સૌ કોઈએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખોને પુષ્પગુચ્છ આપી મોઢું મીઠુ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતનાં પ્રમુખ અને ઉપપ્રમુખોનાં પદગ્રહણ સમારોહમાં ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક એવમ ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ,ડાંગ ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ કિશોરભાઈ ગાવીત, મહામંત્રીઓમાં હરિરામભાઈ સાંવત,દિનેશભાઇ ભોયે,રાજેશભાઈ ગામીત,ભાજપાનાં આગેવાનોમાં પૂર્વ પ્રમુખ મંગળભાઈ ગાવીત સુભાસભાઈ ગાઈન,ચંદરભાઈ ગાવીત,હરીશભાઈ બચ્છાવ સહીત ભાજપાનાં આગેવાનોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી સાથે મળી ડાંગ જિલ્લાનાં વિકાસ માટે નેમ વ્યક્ત કરી હતી..





