GUJARATPANCHMAHAL

હાલોલ તાલુકાના બાસ્કા ગામે વાડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસ નિમીતે બ્લડ ડોનેટ કેમ્પ અને વિશાળ ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૮.૯.૨૦૨૩

હાલોલ તાલુકાના બાસ્કા ખાતે એકતા ચેરિટેબલ ટ્રસ્ટ, બાસ્કા દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.રવિવાર ના દિવસે અતિ ભારે વરસાદ માં પણ યુવાનોએ આ બ્લડ ડોનેટ કેમ્પ ભાગ લીધો હતો.આ કેમ્પમાં42 રક્તદાતાઓએ રકતદાન કર્યું હતું.વધુમાં આવા વરસામાં પણ એક જાગૃત મહિલાએ પણ બ્લડ આપિયો હતો આખા ગામમાં ફક્ત એકજ એવી મહિલા જેનું નામ આસમાબાનું અલ્લારખા એ રક્તદાન કરીને મહિલાઓ ને સન્દેશ આપ્યો હતો કે એક મહિલા પણ રક્તદાન કરી કોઈનો જીવ બચાવવા ભાગીદાર બની શકે છે અને હવે પછી ના કેમ્પમાં મહિલાઓ પણ વધુમાં વધુ રક્તદાન કરે તેવી પ્રેણા હેતુ એ મેં રક્તદાન કરેલ છે.એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ મહિલા ને સર્ટી અને પુષ્પગુચ્છ આપીને સનમ્માન કરવામાં આવ્યું હતું.વધુમાં એકતા ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ હોસ્પિટલ છાણી ના સહયોગ થી ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.અને આ કેમ્પમાં ડાયાબીટીસ બીપીનું ફ્રી ચેકપ કરવામાં આવ્યું હતું.આજ કેમ્પ ફ્રી આયુષ્માન કાર્ડ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવા વરસાદમાં પણ 40 ઉપરાંત ના લાભર્થીઓ એ લાભ લીધો હતો.આવા અતિભારે વરસાદ સામે ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ અડીખમ રહી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.ગુજરાત રાજ્ય શરૂઆત થી જ વિવિધ પ્રકારના દાનમાં અગ્રેસર રહ્યું છે. અંગદાન, ચક્ષુદાન અને રક્તદાનની સેવાકીય પ્રવૃતિમાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.ગુજરાતીઓ રક્તદાનમાં હંમેશાથી મોખરે રહ્યાં છે.રક્તદાન એ મહાન દાન છે. આપણામાંથી દરેકે જીવનમાં ક્યારેક ને ક્યારેક આ વાક્ય સાંભળ્યું જ હશે. કારણ કે ઈમરજન્સીમાં લોહીના અભાવે જીવન-મરણ વચ્ચે જોલા ખાતો હોય ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને લોહી આપવાથી તેનો જીવ બચાવી શકાય છે.આવા અતિ ભારે વરસાદ માં પણ એકતા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ખડેપગે વારસાદમાં ફોરવહીલર માં રક્તદાન કરનાર ને સ્કૂલ ખાતે લાવી અને રક્તદાન કર્યા પછી તેને ઘરે પરત છોડી આવતા હતાં આવા વરસાદમાં બ્લડ ડોનેટ પર કરનાર તમામ ડોનરનું સર્ટી આપી ને સન્માન કરાયું હતું.

[wptube id="1252022"]
Back to top button