KESHOD

કેશોદમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં ખુશી વ્યાપી ગઈ…

કેશોદ પંથકમાં લાંબા સમયથી મેઘરાજાએ વિરામ બાદ ગઈકાલે રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતાં જ ધીમી ધારે વરસાદ શરૂ થતાં કેશોદ પંથકના ખેડૂતો અને પશુપાલકો ઉપરાંત વેપારીઓ માં ખુશી વ્યાપી ગઈ છે. કેશોદ પંથકમાં વરસાદ ખેંચાતાં ખેડૂતો પોતાની ખેતપેદાશો બચાવવા પાણી પીવડાવવાનું શરૂ કર્યું હતું ત્યારે નાનાં નાનાં ખાતેદાર ખેડુતો કે જેમની પાસે કુવો કે બોરની વ્યવસ્થા નથી એવાં ખેડૂતો ઉપર આકાશ તરફ મીટ માંડી બેઠાં હતાં ત્યારે ચિત્રા નક્ષત્ર શરૂ થતાં જ વાતાવરણ વરસાદી થતાં આશાનું કિરણ દેખાયું છે. વંથલી નજીક આવેલાં ઓઝત – ૨ સિંચાઈ હેઠળ નાં ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘોડાપુર આવતાં ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે અને ઓઝત નદી કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પશુપાલકો ને બિનજરૂરી અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button