JAMBUSAR

બીએપીએસ સંસ્થા સારંગપુર યુવા તાલીમ કેન્દ્ર દ્વારા સફળતાની એબીસીડી વિષય પર વક્તવ્ય યોજાયું..

બીએપીએસ સંસ્થા સારંગપુર યુવા તાલીમ કેન્દ્ર દ્વારા સફળતાની એબીસીડી વિષય પર વક્તવ્ય યોજાયું..
જંબુસર બીએપીએસ સંસ્થાના પૂ જ્ઞાનવીર સ્વામી દ્વારા વખત વખત સમાજ ઉપયોગી ધાર્મિક કાર્યક્રમો થતી આજનો યુવાન 21મી સદીમાં ઉચ્ચ સફળતાના શિખરો સર કરે, ઘર એક મંદિર બને, વ્યસન મુક્તિ સહિતના કાર્યક્રમો થકી સમાજના ઉત્થાન માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સારંગપુર યુવા તાલીમ કેન્દ્રના આંતર જાગૃતિ પર્વ અંતર્ગત ડીજે શાહ સ્કૂલમાં વિશેષ સભા નું આયોજન કરી વિદ્યાર્થીઓ માટે સફળતાની એબીસીડી વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં એ ફોર એમ, બી ફોર વિશ્વાસ, સી ફોર કોન્સ્ટેન્ટ્રેશન, ફોર ડિસિપ્લિન,= સફળતા અંગે સવિસ્તાર સમજૂતી આપી વિદ્યાર્થીઓને રમુજી શૈલીમાં તાલીમ કેન્દ્રના સેવકોએ વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે 8:30 એ ગાંધી સાહેબ, મંડળ અગ્રણી બીપીનભાઈ પટેલ સહિત શાળા સ્ટાફ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button