VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લાની ૧૨૧૫ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીએ યોજાઈ

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૮ માર્ચ

વલસાડ જિલ્લામાં SWEEP અંતર્ગત આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે લોકશાહીમાં મતદાન જાગૃતિ લાવવા માટે વલસાડ જિલ્લાના તમામ તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી. જેમાં જિલ્લાની ૧૦૨૯ પ્રાથમિક અને ૧૮૬ માધ્યમિક શાળા મળી કુલ ૧૨૧૫ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. ધરમપુરની ૨૬૦, કપરાડાની ૩૨૭, પારડીની ૧૪૫, ઉમરગામની ૧૮૨, વલસાડની ૨૨૬ અને વાપી તાલુકાની ૭૫ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિની રેલી યોજી મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button