NAVSARINAVSARI CITY / TALUKO
નવસારી ખાતે સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત દુધિયા તળાવ ખાતે સફાઇ અભિયાન હાથ ધરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
૨જી ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધી જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન ની ઉજવણી કરવા માટે “સ્વચ્છ ભારત દિવસ(SBD)” તરીકે ઉજવવામાં આવે છે સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણ અને શહેરી એમ સંયુક્ત રીતે ૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઑક્ટોબર ૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે નવસારી – વિજલપોર નગરપાલિકા તરફથી સફાઈ લીગ નો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં ૭૫ સ્વયંસેવકો દ્વારા દુધિયા તળાવ ખાતે આવેલ વોક વે માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં નગરપાલિકાના પદાધિકારીઓ, ,NGO, શહેરના આગેવાનો જોડાયા હતાં.
[wptube id="1252022"]




