રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૬.૯.૨૦૨૩
સી.આર.સી હાલોલ કુમારશાળા નું બાળ વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૩ અત્રેની રાઠવા ફળિયા જાંબુડી પ્રાથમિક શાળા હાલોલ ખાતે યોજાયું હતું .આ પ્રદર્શન માં 16 શાળા ઓની 37 કૃતિઓ માં કુલ 74 બાળ વૈજ્ઞાનિક બાળકો અને 37 માર્ગ દર્શક શિક્ષકોએ ભાગ લીધેલ હતો.આ પ્રદર્શન માં smc અધ્યક્ષ, કેળવણી નિરીક્ષક ભગવતી મેડમ, crc કો,ઓર્ડીનેટર બાળ કૃષ્ણ પટેલ, પે સેન્ટર પ્રિન્સિપાલ દિનેશ પરમાર, નિર્ણાયક ઝેડ એલ પીરજાદા, એચ કે પટેલ ,જયેશ પંચાલ, તેમજ અન્ય શિક્ષક મિત્રો ની પ્રશસનિય હાજરી થી વિધાર્થી ઓને ખુબજ મોટિવેશન મળેલ હતું.પ્રિન્સિપાલ જગદીશભાઈ સાથે આ શાળાના તમામ શિક્ષકોએ ગ્રામ્ય વિસ્તારની આ શાળામાં સરસ તૈયારી કરી હતી.પ્રદર્શન ના અંતે મુખ્ય મહેમાનો ના હસ્તે વિજેતા બાળકો ને શીલ્ડ, પ્રમાણપત્ર, પુસ્તકો, અને ભાગ લેનાર તમામ બાળકો ને આશ્વાસન ઇનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા,જેમાં શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી.આ પ્રદર્શન માં દિનેશભાઈ પરમાર, મુકેશભાઈ પટેલ, શારદાબેન પટેલ, અને કીર્તિભાઈ કોટડીયા તરફ થી પણ આ કાર્યક્રમ માં દાતા તરીકે સારો એવો સહયોગ મળેલ હતો.










