તા.૧૧/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને ધોરાજી આઈ.ટી.આઈ. દ્વારા બેચરાજી સ્થિત સુઝુકી મોટર્સ ગુજરાત હાંસલપુર પ્લાન્ટ માટે તા.૧૪.૦૯.૨૦૨૩, ગુરૂવારનાં રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે જામકંડોરણા ઓવર બ્રિજ પાસે આવેલ સરકારી આઈ.ટી.આઈ. ધોરાજી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત કંપનીમાં ફિક્સ ટર્મ કોન્ટ્રાકટ (FTC)ની જગ્યા માટે આઈ.ટી.આઈ. ટ્રેડમાં મિકેનિક ડીઝલ, ફીટર, મોટર મિકેનિક, વેલ્ડર, ટર્નર, ઈલેક્ટ્રીશિયન, મશીનિષ્ટ, ટુલ & ડાઈ મેકર, પેઈન્ટર, CoE-ઓટોમોબાઈલ, ટ્રેક્ટર મિકેનિક, પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટરની લાયકાત ધરાવતા ૧૮ થી ૨૩ વર્ષ ૧૧ મહિના સુધીની ઉંમરની કોઈપણ વ્યક્તિ આઈ.ટી.આઈ.માં ઓછામાં ઓછા ૫૦% અને ધોરણ ૧૦ માં ૪૦% સાથે વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૩માં પાસ થયેલા શારીરિક રીતે સશકત પુરુષ ઉમેદવાર ભાગ લઈ શકશે. ઉમેદવારોને કંપનીના નિયમો મુજબ રૂ.૨૧,૫૦૦/- પ્રતિમાસ CTC તથા ૨ જોડી યુનિફોર્મ, ૧ જોડી સેફ્ટી શુઝ, રાહતદરે રહેવા તથા જમવાની સુવિધાઓનો લાભ મળશે.
આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ તમામ ડોક્યુમેન્ટ, ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઈઝ ફોટા સહિતના ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાનાં રહેશે. કંપની દ્વારા ટેસ્ટ તથા ઈન્ટરવ્યુ દ્વારા સ્ક્રીનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે https://docs.google.com/forms/d/e/1FAIpQLSeQUVxLQ9tzTBAUxlLvd8Gt-twizi_WcDhE-MI5NO97vQL4Og/viewform?pli=1 લિંક પર ફોર્મ ભરવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે આઈ.ટી.આઈ. ધોરાજીનો રૂબરૂ સંપર્ક કરવા પ્રિન્સિપાલશ્રી વિકાસ ભેંસાણીયાએ અનુરોધ કર્યો છે.








