GUJARATJETPURRAJKOT

રાજકોટના ‘રસરંગ લોકમેળા’ની સમાંતરે યોજાયો ‘પ્રાદેશિક સરસ મેળો’

તા.૧૧/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૩ થી ૧૦ સપ્ટેમ્બર સુધીમાં ‘‘સરસ મેળા’’માં સખીમંડળની બહેનોએ કર્યું

કૂલ રૂ ૧ કરોડથી વધુ રકમનું વેચાણઃ ૦૯ સપ્ટેમ્બરે થયું રૂ. ૨૦,૩૬,૮૬૭ નું મહત્તમ વેચાણ

રાજકોટના ‘‘રસરંગ લોકમેળા’’ની સમાંતરે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આજિવીકા વિભાગ દ્વારા રાજ્યમાં કાર્યરત સખી મંડળની મહિલા કારીગરોને રોજગારી મળે તે ‘પ્રાદેશિક સરસ મેળા’નું આયોજન કરાયું હતું. જેમાં કૂલ રૂ. ૧ કરોડ ૬ લાખ ૪૬ હજાર ૫૭૪ નું વેચાણ થયું છે.

આ અંગે જિલ્લા આજિવીકા અધિકારીશ્રી વી.બી. બસિયાએ કહ્યું હતું કે, મહિલાઓને રોજગારી મળે તે માટે જી એલ પી સી ગાંધીનગર દ્વારા ‘‘પ્રાદેશિક સરસ મેળા’’નું આયોજન રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાની સાથો-સાથ જ કરવામાં આવ્યું હતું. જેમાં સખી મંડળના બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ આ મેળામાં કરવામાં આવ્યું હતું, જેમાં હેન્ડીક્રાફ્ટ, મોતીના તોરણ, લોખંડના રમકડા, ડ્રેસ મટીરીયલ, ઈમિટેશન જ્વેલરી, ઓર્ગેનિક પ્રોડક્ટ, બામ્બુ આઈટમ, કચ્છની ટ્રેડિશનલ આઈટમ સહિતની અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે.

આ અંગે આજીવિકા અધિકારીશ્રી બસીયાએ કહ્યું હતું કે, ગત વર્ષ મેળામાં ૪૫ જેટલા સ્ટોલ હતા અને બધી બહેનોએ ૨૯ લાખથી વધુની રકમનું વેચાણ કર્યું હતુ. પરંતુ આ વખતે રાજકોટવાસીઓના સહયોગથી ૬૦ સ્ટોલમાં કૂલ રૂ. ૧,૦૬,૪૬,૫૭૪/- નું વેચાણ થયું છે. સખીમંડળની બહેનો દ્રારા તા. ૦૩ ના રોજ રૂ. ૩,૪૪,૫૩૭/- નું વેચાણ, તા. ૦૪ ના રોજ રૂ. ૩,૨૩,૧૬૨/- નું વેચાણ, તા. ૦૫ ના રોજ રૂ. ૮,૮૯,૦૫૮/- નું વેચાણ, તા. ૦૬ ના રોજ રૂ. ૧૬,૭૭,૦૧૧/- નું વેચાણ, તા. ૦૭ ના રોજ રૂ. ૧૮,૩૧,૧૨૫/ નું વેચાણ, તા. ૦૮ ના રોજ રૂ. ૧૯,૬૬,૮૭૧/- નું વેચાણ, તા. ૦૯ ના રોજ રૂ. ૨૦,૩૬,૮૬૭/- નું વેચાણ, તા. ૧૦ ના રોજ રૂ. ૧૫,૭૭,૯૪૫/- નું વેચાણ કરવામાં આવ્યું છે. આટલા જંગી વેચાણ બદલ સખી મંડળની બહેનોએ રાજકોટના જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button