હાલોલ-નગર સહિત પંથકમાં શ્રાવણના છેલ્લા સોમવારે શિવાલયોમાં ભાવિકોનૂ ઘોડાપુર,દુધ,જળનો અભિષેક કરાવાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૧.૯.૨૦૨૩
આજે પવિત્ર શ્રવણ માસ ના છેલ્લા સોમવાર ને લઇ શિવ ભક્તો ભગવાન ભોળાનાથ ને રીઝવવા શિવ મંદિરોમાં ઉમટી પડ્યા હતા.આજે વહેલી સવાર થી મહાદેવ મંદિરોમાં હરહર મહાદેવ ના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યા હતા.હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસ અને તેમાં પણ સોમવાર નું અનેરો મહત્વ હોય છે.જેને લઇ હાલોલ નગર સહિત પંથકના શિવ મંદિરો આજે પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લા સોમવાર ને લઇ શિવ ભક્તોની મહાદેવ મંદિરોમાં ભારે ભીડ વહેલી સવારથીજ જોવા મળી હતી.આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ પહેલા અધિક શ્રાવણ માસ હોવાથી શિવ ભક્તોને ચાલુ વર્ષે બે શ્રાવણ માસ નો લાભ મળતા ભક્તો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.ચાલુ વર્ષે અધિક શ્રાવણ અને શ્રાવણ માસ ને લઇ હાલોલ નગર સહીત તાલુકામાં આવેલ મહાદેવ મંદિરોને ધજાકા પતાકા રંગ બે રંગી રોશની થી શણગારવામાં આવ્યા છે.તેમજ રોજ જુદા જુદા શંકરદાદા ને શણગારથી સજાવવામાં આવે છે. જેને લઇ સવાર સાંજ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.ભગવાન ભોળાનાથને રિઝવવાનો સમય એટલે પવિત્ર શ્રાવણ માસ.આ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ભગવાન ભોળાનાથની પૂજા, અર્ચના, પ્રાર્થના કરી તેને રિજવવાનો પ્રયાસ કરે છે.ભક્તો દ્વારા આ પવિત્ર માસમાં શિવજીને શુદ્ધ જળ, દૂધ, કાળા તલ, ભસ્મ, બીલીપત્ર વીગેરે નો અભિષેક કરી તેને ધાતુરા નું ફૂલ અર્પણ કરી આખો શ્રાવણ માસ શ્રદ્ધા પૂર્વક પૂજા કરી ધન્યતાને પામ્યા હતા.શિવ ભક્તો આખા વર્ષ દરમિયાન ભગવાન શિવજીને પૂજા,અર્ચના પ્રાર્થના કરતા હોય છે.પરંતુ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીને પૂજા અર્ચના પ્રાર્થના ઉપાસના નું મહત્ત્વ અનેરુ હોય છે.અને તેમાં પણ શ્રવણ માસ ના સોમવાર નો અનેરો દિવસ હોવાને લઇ શિવ મંદિરોમાં પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.જે અંતર્ગત આજે પવિત્ર શ્રાવણ માસ નો છેલ્લો સોમવાર ને લઇ શિવ મંદિરોમાં શિવ ભક્તોની સંખ્યા જોવા મળી હતી.