જાંબુઘોડા તાલુકા પંચાયત હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે કિસાન ગોષ્ઠીનું આયોજન કરાયું,મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા હાજર.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૦.૯.૨૦૨૩
જાંબુઘોડા તાલુકા પંચાયત હોલ ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે જાંબુઘોડા તેમજ આજુબાજુના ખેડૂત ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહી પ્રાકૃતિક કૃષિનું તેમજ પશુપાલન અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું. જેમાં પ્રાથમિક પ્રાકૃતિક કૃષિનું મહત્વ અંગે ફાયદા વિશે આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેકનોલોજી મેનેજર પાર્થ પંચાલ તેમજ આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર યોગેન્દ્રસિંહ સોલંકી જેવોએ પ્રાથમિક પ્રાકૃતિક કૃષિમાં આયામાં તેમજ હલકા ધાન્ય પાકો વિશે જાંબુઘોડા તાલુકાના પશુપાલન ખાતાના અધિકારી ડોક્ટર ભાવિન પટેલે પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું શું મહત્વ છે એ અંગેનું તેમજ પશુપાલન ખાતામાં ચાલતી વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમાં જાંબુઘોડા તાલુકાના સંયોજક દેવેન્દ્રભાઈ બારીયાએ પોતે કરેલ પ્રાકૃતિક ખેતી વિશેની અનુભવોનો વર્ણન કરી માહિતી આપી હતી.










