વેજલપુર પોલીસે બે અલગ અલગ જગ્યાએ રેડ કરતા ૨૦ જુગારીઓને ઝડપી લીધા.

તારીખ ૦૮/૦૯/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલના વેજલપુર પોલીસ મથક હદ વિસ્તારમાં શ્રાવણિયો જુગાર રમી રમાડતા બે અલગ – અલગ સ્થળોએ સ્થાનિક પોલીસની છાપા મારીમાં કુલ ૨૦ જુગારીઓ રંગેહાથ ઝડપાઇ ગયા છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેજલપુર પોલીસે ચોક્કસ બાતમીના આધારે વેજલપુર ગામે ભોઈ વાડામાં જાહેર સ્થળે સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જુગાર રમતા ૬ ખેલીઓને દાવ પર લાગેલી અને અંગે ઝડતિમાંથી મળેલ રકમ રૂ ૧૫૫૧૦ અને મોબાઈલ નં.૫ જેની કિંમત રૂ.૨૧૦૦૦ સાથે કુલ મળી રૂ.૩૬૫૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.અન્ય એક આવી જ છાપામરીમાં વેજલપુર પોસઈ એસ.એલ.કામોળ ને મળેલી બાતમી અનુસંધાને કાલોલ તાલુકાના ભૂખી ગામે ખુમાનસિંહ કેસરીસિંહ જાદવના રહેણાક મકાનમાં ગંજીફો ચિપી રોકડ રકમ દાવ પર લગાવી જુગાર રમતા ખેલિઓને દાવ પરની તેમજ અંગ ઝડતીમાંથી મેળેલ રકમ રૂ. ૨૭૬૬૦ અને મોબાઈલ નં.૮ જેની કિંમત રૂ.૨૭૦૦૦ સાથે કુલ રૂ.૫૪,૬૬૦ ના મુદ્દામાલ સાથે ૧૪ ઇસમોની જુગારધરની અલગ અલગ કલમો હેઠળ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.