DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

જિલ્લા કક્ષાના તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૫ મી સપ્ટેમ્બર નિમિત્તે “શિક્ષક દિન-૨૦૨૩”ની ઉજવણી કરવામાં  આવી હતી. જે અન્વયે રાજ્ય કક્ષાએથી પસંદગી પામેલ શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

        આ તકે જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી. ધાનાણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ નકુમ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડુમરાળીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

        આ તકે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ BRC તરીકે ભાણવડ તાલુકાના BRC કો.ઓર્ડીનેટર નીલેશભાઈ ગાગલીયાને તેમજ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે કલ્યાણપુર તાલુકાની દેવળીયા તાલુકા શાળાના આંબલિયા ગોગનભાઈ કાનાભાઈનું  મોમેન્ટો અને રૂ,૧૫૦૦૦/-નો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને મોમેન્ટો અને રૂ,૫૦૦૦/-નો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કલ્યાણપુર તાલુકાના ઓડેદરા રૂપલબેન પટેલકા તાલુકા શાળા કલ્યાણપુર, ભાણવડ તાલુકામાંથી સતાણી ગૌતમભાઈ હડમતિયા પ્રા.શા., ચૌહાણ યોગીતાબેન મોડપર વા.શા., સત્યદેવ રાધિકા મોડપર પ્રા.શા. જ્યારે દ્વારકા તાલુકાના કંડોરીયા મનેશકુમાર ઓખામઢી નેશ પ્રા.શા.ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

        આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના  ૬૭ જેટલા પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનિત કરવામા આવ્યા હતા.જ્યારે રાજ્ય પરિક્ષા બોર્ડ તેમજ વિવિધ ખાતાકિય પરિક્ષા અને ધોરણ-૧૦ તેમજ 12 ની બોર્ડની પરિક્ષામાં ઝોનલ તરીકે કામગીરી કરતા હાર્દિક પંડ્યા પ્રાથમિક વિભાગ અને ગોપાલભાઈ નકુમ માધ્યમિક વિભાગનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.  દરેક તાલુકાના BRC કો.ઓર્ડીનેટરશ્રી પંકજભાઈ લાલકીયા, નીલેશભાઈ ગાગલીયા, ચેતનભાઈ રાઠોડ, ટીનાબેન ત્રિવેદીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

        સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.રંજનબેન જોષીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની ટીમના શ્રી ઘેડીયાભાઈ, ગોપાલભાઈ, વિમલભાઈ, હાર્દિક પંડ્યા, અતુલભાઈ રાવલ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button