હાલોલ-જિલ્લા કક્ષાની 67 અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા (SGFI)માં વીર ન્યુલુક સેન્ટ્રલ સ્કુલ ના વિદ્યાર્થીઓએ સ્પર્ધા માં પ્રથમ સ્થાન મેળવ્યુ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૪.૯.૨૦૨૩
તા.2/09/2023 ના રોજ પ્રથમિક શાળા,રણજીતનગર, તા ઘોંઘબા ખાતે જિલ્લા કક્ષાની 67 અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા (SGFI)માં વીર ન્યુલુક સેન્ટ્રલ સ્કુલ ની અંડર 17 બહેનો એ વોલીબોલની સ્પર્ધા માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.જ્યારે તા.3/09/2023 ના રોજ પ્રથમિક શાળા,રનજીતનગર, તા.ઘોંઘબા ખાતે જિલ્લા કક્ષાની 67 અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા (SGFI)માં વીર ન્યુલુક સેન્ટ્રલ સ્કુલ ની અંડર 17 અને અંડર 19 ભાઈઓ એ વોલીબોલની સ્પર્ધા માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.જ્યારે તા.4/09/2023 ના સોમવારના રોજ રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર, કનેલાવ,ગોધરા ખાતે જિલ્લા કક્ષાની 67 અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા (SGFI)માં વીર ન્યુલુકસેન્ટ્રલ સ્કુલ ના અંડર 19 ના વિદ્યાર્થી પંથ સિધ્ધપુરા યે અથલેટિક્સ ની ગોળાફેક ની સ્પર્ધા માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.જેને લઇ સ્કૂલના આચાર્ય તેમજ શાળા પરિવાર તરફથી આ તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.










