જાંબુઘોડા પોલીસે વિદેશી દારૂનાં જથ્થા સાથે રૂ.79,012 સહિતના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડયો.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૪.૯.૨૦૨૩
જાંબુઘોડા પોલીસે બાતમીના આધારે જાંબુઘોડા ખાતેથી 79,012/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી આરોપીઓ સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા પોલીસ મથકનાં પીએસઆઇ પીઆર ચુડાસમા ને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે જાંબુઘોડા ખાતે રહેતો હિતેશભાઈ રમણભાઈ બારીયા એક મારુતિ સુઝુકી કંપની ગાડીમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ભરી તેના ઘરે ગયો છે જે બાતમીના આધારે જાંબુઘોડા પોલીસ મથકની ટીમ જાંબુઘોડા હિતેશભાઈ નાં ઘરે છાપો મારતાં બાતમી વાળી જગ્યાએ ગાડીમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ એક ઇસમ ખાલી કરી રહ્યો હતો તે દરમ્યાન પોલીસે તેને ઝડપી પૂછ પરછ કરતા તેને પોતાનું નામ હિતેશભાઈ રમણભાઈ બારીયા જણાવતા પોલસે તેને ઝડપી ગાડીમાં થી અલગ અલગ બ્રાન્ડ નો વિદેશી દારૂનો જથ્થો જેમાં પ્લાસ્તિકના કવાટ્રિયા 240 નંગ જેની અંદાજે કિંમત 23,280/-0 તેમજ બિયરની તીન કુલ નંગ 48 જેની કિંમત 5232 અને મારુતિ સુઝુકી કંપની ની 800 ગાડી જેની કીમત 50,000 તેમજ સેમસંગ કંપની નો મોબાઈલ જેની કીમત 500 રૂ.મળી મળી કુલ 79,012/- રૂ.નાં મુદ્દામાલ સાથે હિતેશભાઈ રમણભાઈ બારીયા રહે.જાંબુઘોડા નાઓને ઝડપી પાડી તેની સામે પ્રોહીબીશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










