GUJARATJETPURRAJKOT

મંત્રીશ્રી મુળુભાઇ બેરાના હસ્તે ૫ સપ્ટેમ્બરે ‘‘રસરંગ લોકમેળો-૨૦૨૩’’નો શુભારંભ  

તા.૩/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટની ધરતી ઉપર મેહુલિયાની અમીધારા સાથે આવેલ પવિત્ર પર્વ કૃષ્ણ જન્માષ્ટમીનો ધબકાર એટલે રાજકોટનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રસરંગ લોકમેળો જેનો શુભારંભ પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગના મંત્રીશ્રી મુળુભાઇ બેરાના વરદ્ હસ્તે તા. ૦૫-૦૯-૨૦૨૩ને મંગળવારના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે કરવામાં આવશે.

રસરંગ લોકમેળો ૨૦૨૩ના ઉદઘાટન સમારોહમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ રાજ્યપાલશ્રી વજુભાઈ વાળા, પૂર્વ મૂખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, મેયરશ્રી પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, શ્રી રમેશભાઈ ધડુક અને સાંસદશ્રી રામભાઈ મોકરીયા, સર્વે ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, સુશ્રી દર્શિતાબેન શાહ, સુશ્રી ગીતાબા જાડેજા, શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી જીતેન્દ્રભાઈ સોમાણી, શ્રી દુર્લભજી દેથરીયા વગેરે ઉપસ્થિત રહેશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button