
ટંકારાના વિરપર ગામે બાળ બગીચો નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો.. રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

“8,50, લાખ ની ગ્રાન્ટ અને 3,50 લાખ નો લોકફાળા થી બનેલા ચાર માસમાં બનેલા બગીચા ને ખુલ્લો મુકતા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ખુશીની લહેર પસરી”

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને વેગ મળે તેવા પ્રયાસો ટંકારા પડધરી મત વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ના પ્રયાસો અંતર્ગત ટંકારા તાલુકાના ગામ વીરપર ખાતે તારીખ 2 9 2023 ના રોજ સાંજે 5:30 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેની જાણવા મળતી વિગત એવી છે કે વીરપર ગ્રામ્ય વિસ્તારમાં પાયાની પ્રાથમિક સુવિધા ની સાથે સાથે લોકોના આરોગ્ય તંદુરસ્ત રહે તેવા પ્રયાસો સાથે સ્વચ્છતા જળવાઈ રહે તેવા પ્રયાસો સરપંચ મહેશભાઈ લીખીયા અને તલાટી મંત્રી સહિત સમગ્ર ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો ના રહ્યા છે તેના ભાગરૂપે વધુ એક સ્થાનિક નાગરિકો માટે સમગ્ર ગામજનો અને ચૂંટાયેલા સભ્યો સરપંચ સહયોગથી વીરપર ગામ ના નાગરિકો માટે બાલ બગીચા ની સ્થાપના કરવામાં આવી છે..

જેમાં લપસીયા હીચકા યંગ જનરેશન માટે કસરત કરી શકે તેવા સાધનસમગ્રી નો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી વાર તે વાર કે રજાના સમયે બાળકોને મજા પડે અને બાળ રાજા ઓના ચહેરા પર મુસ્કાન લહેરાઈ એવા પ્રયાસો અંતર્ગત આ બાળ વાટીકા બાગ બગીચા ની સ્થાપના કરવામાં આવી છે જેમાં 8,50 લાખ ની ગ્રાન્ટ સાથે લોક ફાળો 3,50લાખ નો ચાર મહિના સુધી સમગ્ર ચૂંટાયેલા ગામ પંચાયતના સભ્યો સરપંચ સતત દેખરેખ સાથે બનાવવામાં આવેલો બાગ બગીચા નું ખુલ્લો કરવામાં આવ્યો હતો જેમાં ટંકારા પડધરી મત વિસ્તારના ધારાસભ્ય સહિત રાજ્ય અગ્રણીઓ આગેવાનો સમગ્ર વિરપર ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..









