
મોરબીની પી,જી,પટેલ કોલેજમાં ચેસ સ્પર્ધા યોજાઈ
પી.જી.પટેલ કોલેજમાં આજ રોજ પ્રમુખશ્રી દેવકરણભાઈ તથા આચાર્યશ્રી ડો.રવીન્દ્ર ભટ્ટ ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓની આંતરિક અને સુષુપ્ત શક્તિઓ ખીલવવા માટે અભ્યાસની સાથે સાથે વિવિધ સ્પર્ધાઓના નિયમિત આયોજન અંતર્ગત પી.જી.પટેલ કોલેજમાં ચેસ સ્પર્ધા યોજાઈ હતી.
જયારે ચેસ સ્પર્ધામાં ભાઈઓમાં પ્રથમ ક્રમે TYBCOM માંથી વૈષ્ણવ મિલન, દ્વિત્ય ક્રમે SYBCOM માંથી કેરવાડિયા ગણેશ તથા તૃતિય ક્રમે TYBCOM માંથી જાડેજા યશરાજસિંહ તથા SYBBA માંથી ઠાકર વ્યોમ વિજેતા થયા હતા. જયારે બહેનોમાં પ્રથમ ક્રમે TYBCOM માંથી જાડેજા તેજશ્વીનીબા, દ્વિત્ય ક્રમે TYBCOM માંથી વરમોરા હેત્વી તથા તૃતિય ક્રમે FYBCOM માંથી તન્ના પ્રિયા વિજેતા થયા હતા તમામ વિજેતાઓને પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરાયા હતા.તમામ વિજેતાઓને પ્રમુખશ્રી દેવકરણભાઈ તથા આચાર્યશ્રી ડો.રવીન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ ગણે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.









