તા.૧/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ – પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ વાર્ષિક રૂ. ૬ હજાર લેખે સહાયની રકમ સીધી બેંક ખાતામાં મેળવવા માગતા ખેડૂતોએ “E-KYC” કરાવી લેવું અનિવાર્ય છે.
આગામી ઓક્ટોબર-૨૦૨૩ માટે રીલીઝ થનારા ૧૫માં હપ્તાના સહાયની રકમ આ તમામ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય તે હેતુસર, રાજકોટ જિલ્લામાં જમીન ધરાવતા હોય અને પી.એમ. કિસાન યોજનામાં “E-KYC” બાકી હોય, તે તમામ લાભાર્થીઓને “E- KYC” કરાવવા અનુરોધ કરવામાં આવે છે. પેન્ડીંગ યાદી ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી / સી.એસ.સી. સેન્ટર / વી.સી.ઇ.ને ઉપલબ્ધ કરાવવામાં આવી છે તથા લાભાર્થી પોતાનું સ્ટેટસ પી.એમ. કિસાન વેબસાઇટ pmkisan.gov.in/BeneficiaryStatus.aspx પર આધાર કાર્ડના આધારે જાણી શકે છે. “E-KYC” ની કામગીરી કરવા માટે લાભાર્થીએ પોતાનું આધાર કાર્ડ તથા મોબાઇલ સાથે ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઇ/ કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી) ખાતે ઉપલબ્ધ થઇ “E-KYC”ની કામગીરી પુર્ણ કરવા વહીવટી તંત્ર તરફથી નમ્ર અનુરોધ કરવામાં આવે છે.
વધુમાં, જે લાભાર્થી ખેડુતોના આધાર કાર્ડ, પોતાના મોબાઇલ નંબર સાથે લીંક થઇ ગયા હોય તેવા ખેડુતો પોતાની જાતે ઘર બેઠા અથવા ઇન્ટરનેટના જાણકાર વ્યકિત દ્વારા https://pmkisan.gov.in/ વેબસાઇટ પર જઇ “E-KYC” ઓપ્શન પર જઇ અપડેટ કરી શકે છે તથા ફેસ ઓથેન્ટીકેશન વેબસાઇટ ડાઉનલોડ કરી, પોતાની જાતે “E-KYC” સ્ટેટસ અપડેટ કરી શકે છે. તેમજ ભારત સરકાર દ્વારા પી.એમ કિસાન યોજનાનો લાભ આધાર બેઝડ ડીબીટી મારફત જ આપવાનું નકકી કરવામાં આવ્યું છે. લાભાર્થીઓ જે બેન્કમાં બેન્ક ખાતુ ધારણ કરતા હોય તે બેન્કની શાખામાં રૂબરૂ મુલાકાત લઇ આધાર સીંડીંગ તેમજ UID ENABLE ની કાર્યવાહી પુર્ણ કરવા અનુરોધ કરવામાં આવે છે. જેથી, આ કારણસર સહાય મળવાની બંધ થયેલ હોય તો તે સહાય મળવાની શરૂ થઇ જશે.
ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અને તલાટી કમ મંત્રી, નજીકના કોમન સર્વિસ સેન્ટર, મામલતદાર કચેરી, પોસ્ટ ઓફીસની મુલાકાત લઇ “E-KYC” કરી શકાય છે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તૃપ્તિબેન પટેલની યાદીમાં જણાવાયું છે.








