BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશના વ૨દ્હસ્તે વાલીયા ખાતે નવીન ન્યાયસંકુલ ખુલ્લુ મુકવામાં આવ્યુ.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૧/૦૯/૨૦૨૩

 

પ્રિન્સીપાલ સિવિલ કોર્ટ, વાલીયાનાં નવીન કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટન ભરૂચ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વી.કે.પાઠકના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

 

જેમા વાલીયાના મુખ્ય સીવીલ જજ એચ.આર. ઠકકર સહિત જિલ્લાના અન્ય ન્યાયાધીશો તેમજ વાલીયા વકીલ બારના પ્રમુખ આર. કે. વસાવા સાથે વકીલ બારના હોદદારો/સભ્યો તેમજ સરકારી અધિકારીઓ હાજર રહયા હતા. આ પ્રસંગે પ્રાથમિક શાળા વાઘલખોડની બાલીકાઓ ધ્વારા સ્વાગત નૃત્ય ૨જુ ક૨વામાં આવેલ હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લ ન્યાયાધીશે ભરૂચ ન્યાયીક જિલ્લાના યુનિટ જજ આદરણીય જસ્ટીસ નાણાવટી તેમજ નવીન કોર્ટ બિલ્ડીંગના નિમાર્ણ અને પ્રવેશ માટે સહાયક થનાર તમામ વ્યકિત અને એજન્સીનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

આ શુભ પ્રસંગને યાદગાર બનાવવા ન્યાય સંકુલના પટાંગણમાં વૃક્ષારોપણનું સુંદર આયોજન પણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયાઘીશએ વાલીયાના મુખ્ય ન્યાયાધીશ, વકીલો અને કર્મચારીઓને નવીન કોર્ટ બિલ્ડીંગમાં મંગળ પ્રવેશ શુભકામનાઓ પાઠવી હતી.

 

કાર્યક્રમના અંતે વાલીયાના મુખ્ય સીવીલ જજ એચ.આર.ઠકકરે પણ નિમાર્ણ અને પ્રવેશ માટે સહાયક થનાર તમામ વ્યક્તિ અને એજન્સીનો આભાર વ્યકત કર્યો હતો.

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button