ભાદરોલી ખુર્દ થી કાનોડ તરફના રોડ ઉપર બાઇક સ્લીપ ખાઇ જતાં બાઇક ચાલક નું સારવાર દરમિયાન મોત.
તારીખ ૩૧/૮/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ થી કાનોડ તરફ જતા અંબે માં મંદિર સામે સિંગલ પટ્ટી રસ્તા ઉપર વળાંક પર ૩૦ વર્ષીય યુવાનનું બાઇક સ્લીપ ખાઇ જતાં માથાં અને શરીર ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત.
ગોધરા તાલુકાના મહેલોલની મુવાડી ગામના ઉમેશસિંહ પ્રભાતસિંહ ચૌહાણ નોંધાવેલી ફરિયાદ મુજબ વિપુલસિંહ અજબસિંહ રાઠોડ ઉ.વર્ષ ૩૦ પોતાની કબ્જાની મોટરસાયકલ નંબર GJ-17-CC-7592 લઈને વેજલપુર કામ અર્થે નીકળ્યા હતા ત્યારે ભાદરોલી ખુર્દ થી કાનોડ તરફ અંબે માં મંદિર સામે સિંગલ પટ્ટી રસ્તા ઉપર સામેથી અચાનક ફોર વ્હીલર ગાડી આવી જતા પોતાની બાઇક ફુલ સ્પીડ હોય બાઈકનું બેલેન્સ ના રહેતા બાઇક સ્લીપ ખાતા વિપુલ રોડ ઉપર પટકાયા હતા જેમાં વિપુલ ને માથામાં અને શરીરનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને લોહી લુહાણ હાલતમાં વિપુલ ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન વડોદરા એસ.એસ.જી. હોસ્પીટલ ના ફરજ પરના ડોક્ટરોએ વિપુલસિંહ ઉ.વ.૩૦ ને મરણ પામેલા જાહેર કર્યા હતા જે અંગેની મરનાર વ્યક્તિના સંબંધિત ની ફરિયાદ મુજબ વેજલપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.