GUJARATMORBI

મોરબી:સીમ્પસન મીનરલ નામના કારખાનાની લેબની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી:સીમ્પસન મીનરલ નામના કારખાનાની લેબની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા


મોરબીના સોખડા ગામના પાટીયા સામે વાઘપર પીલુડી જતા રસ્તે આવેલ આરોપી ભરતભાઈ ગોરધનભાઈ અઘારા ના કબ્જા ભોગવટા વાળા સીમ્પસન મીનરલ નામના કારખાનાની લેબની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ભરતભાઇ ગોરધનભાઇ અઘારા ઉ.વ. ૪૮ રહે. મોરબી-૦૨ શ્રીમદરાજ સોસાયટી શેરી નં-૫ બ્લોક નં-૩૨ ત્રીજો માળ મુળ ગામ ભડીયાદ તા.જી.મોરબી, જયેશભાઇ રવજીભાઇ સવાડીયા ઉ.વ. ૩૭ રહે. મોરબી-૦૨ ભડીયાદ રોડ, શારદા સોસાયટી બ્લોક નં-૪, નિલેશભાઇ ભગવાનજીભાઇ દેત્રોજા ઉ.વ. ૫૦ રહે. નીચીમાંડલ સુથારવાસ શેરીમાં તા.જી.મોરબી, ઇશ્વરભાઇ રતીલાલભાઇ ભોરણીયા ઉ.વ. ૫૬ રહે. મોરબી રવાપર રોડ, વિધ્યુતપાર્ક સોસાયટી વૃંદાવન પેલેસ ફલેટ નં-૪૦૧ મુળ ગામ જુના દેવળીયા તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૪,૧૧,૦૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય ત્રણ ઈસમો રાજેશભાઇ કરશનભાઇ આદ્રોજા રહે. હાલ મોરબી મુળ ગામ નસીતપર તા.ટંકારા, રણદીપભાઇ હરજીભાઇ કાવઠીય હાલ રહે.મોરબી મુળ બેલા (રંગપર) તા.જી.મોરબી, કલ્પેશભાઇ લાલજીભાઇ કાંજીયા રહે. મોટા દહીસરા ક્રિષ્નાનગર તા.માળીયાવળા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button