GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
સ્વાગત કાર્યક્રમ મા રજુઆત બાદ વિદ્યાર્થીઓ માટે કાલોલ થી નેસડા ની બસ નિયમિત રીતે શરૂ કરાઈ.

તારીખ ૩૦/૦૮/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના નેસડા ખંડેવાળ કરાડા જેવા ગામોમાંથી કાલોલ તેમજ ડેરોલ સ્ટેશન ની શાળાઓમાં ૮૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે બે વર્ષ પહેલા આ બાબતે એસ.ટી વિભાગને અને જિલ્લા કલેકટરને રજૂઆત કરાઈ ત્યારબાદ આ વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી પરંતુ આ બસ નિયમિત આવતી ન હોવાથી આ વિસ્તારની વિદ્યાર્થીની દ્વારા જુલાઈ માસમાં સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી જે કાર્યક્રમમાં જવાબદાર અધિકારીને બોલાવી જરૂરી સૂચનાઓ આપતા ચાલુ માસમાં આ બસ નિયમિત થઈ જતા સમસ્ત વિદ્યાર્થીઓ વતી કાલોલ મામલતદાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]









