GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના વેજલપુર ક્લસ્ટર ના શિક્ષક નો વિદાય અને સન્માન સમારંભ યોજવામા આવ્યો.

તારીખ ૩૦/૦૮/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર પ્રાથમિક શાળામાં વેજલપુર થી ડેરોલ ગામ ક્લસ્ટર માં ઉપાધ્યાય દીપકભાઈ ની બદલી થતાં એમનો વિદાય અને સણસોલી ક્લસ્ટર માંથી વેજલપુર આવેલ માછી દિનેશભાઈ નો સન્માન સમારંભ વેજલપુર પગાર કેન્દ્ર ના આચાર્ય ફતેસિંહ ચોહાણ ની અધ્યક્ષતમાં યોજવામાં આવ્યો બંને નું પગાર કેન્દ્ર ના આચાર્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.તમામ આચાર્યે દીપકભાઈ ની કામગીરી ને બિરદાવી હતી.અને વેજલપરમાં આવેલ અને અગાઉ પણ આજ ક્લસ્ટર માં હતા એવા દિનેશભાઈ ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી .આ પ્રસંગે રાષ્ટ્રિય શૈક્ષિક સંઘ ના મહામંત્રી રમેશ પટેલ,ધર્મેશભાઈ,સિદિક ભાઈ,મુકેશભાઈ,કિરાના બેન,હબીબ ભાઈ, રંગીત સિંહ , કંચન ભાઈ અને આર.એસ.એસ માં જોડાયેલ અને શિશુ મંદિર આચાર્ય નીરજભાઈ પણ હાજર રહ્યા હતા.
[wptube id="1252022"]